બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / modi cabinet passes bill restoring power of states and uts to make their own obc lists

નિર્ણય / 2022 પહેલા OBCને લઈને મોદી સરકારનો મોટો દાવ, કેબિનેટમાં લેવાયો આ નિર્ણય

Bhushita

Last Updated: 10:29 AM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકાર આ અઠવાડિયે ઓબીસી આરક્ષણ સંબંધિત સંવિધાન સંશોધન વિધેયકને સંસદમાં રજૂ કરી શકે છે. એક માહિતિ અનુસાર બુધવારે આ વિધેયકને કેબિનેટમાં મંજૂરી મળી છે.

  • કેબિનેટમાં લેવાયો આ નિર્ણય
  • 2022 પહેલા OBCને લઈને મોદી સરકારનો મોટો દાવ
  • કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ બિલને મંજૂરી આપી

કેન્દ્રની મોદી સરકાર આ અઠવાડિયે સંસદમાં OBC અનામત સંબંધિત બંધારણ સુધારા બિલ રજૂ કરી શકે છે.  જો કે કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં રાજ્યોને OBC ની યાદી તૈયાર કરવાનો અધિકાર ફરીથી આપવાની જોગવાઈ પણ છે.   સૂત્રોના કહેવા અનુસાર પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બુધવારે આ મંજૂરી આપવામાં આવી હતી.
 


શું કહે છે નિયમ
 આ બિલ લાવવું પડ્યું કારણ કે હાલમાં જ  સુપ્રીમ કોર્ટે અન્ય પછાત વર્ગો (OBC) ની યાદી તૈયાર કરવાના રાજ્યોના અધિકાર પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્ય સરકારો પોતે OBC ની યાદી નક્કી કરે છે. જ્યારે કેન્દ્રીય સેવાઓ માટે કેન્દ્ર અલગથી કરે છે. કોર્ટે 5 મેના રોજ આપેલા બહુમતીના ચુકાદાની સમીક્ષા કરીને  કેન્દ્રની અરજીને ફગાવી દીધી હતી, જેમાં 102 માં બંધારણીય સુધારો રાજ્યને નોકરીઓ અને પ્રવેશમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (એસઈબીસી) ને અનામત આપવાની સત્તા લઈ લેવામાં આવે છે. 
 
વિપક્ષી પાર્ટીએ કેન્દ્ર પર આ મુદ્દે લગાવ્યો આરોપ
સંવિધાનની કલમ 338Bને 2018 ના 102 મા બંધારણીય સુધારા અધિનિયમમાં ઉમેરવામાં આવી હતી જે પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગની રચના, ફરજો અને સત્તા સાથે સંલગ્ન છે. જ્યારે કલમ 342A સંસદની સત્તાઓને ચોક્કસ જ્ઞાતિ માટે SEBC ને સૂચિત કરવા અને સૂચિમાં ફેરફાર કરવા સાથે સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીએ કેન્દ્ર પર આ મુદ્દે સંઘીય માળખા પર  આરોપ લગાવ્યો છે.
 
કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગો (ઓબીસી) યાદીઓ તૈયાર કરવા માટે બિલને આપી છે મંજૂરીઃ સૂત્રો
 સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વીરેન્દ્ર કુમારે ગયા મહિને રાજ્યસભામાં કહ્યું હતું કે સરકાર આ મુદ્દે કાનૂની નિષ્ણાતો અને કાયદા મંત્રાલય સાથે પરામર્શ કરી રહી છે અને ઓબીસી યાદી નક્કી કરવા માટે રાજ્યોના અધિકારોનું રક્ષણ કરવાની રીતો શોધી રહી છે.  સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગો (ઓબીસી) યાદીઓ તૈયાર કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સશક્ત બનાવતા બિલને મંજૂરી આપી છે.
  

સંકળાયેલા મુદ્દાઓ

List Modi cabinet OBC ઓબીસી દાવ નિર્ણય મોદી કેબિનેટ યાદી રાજ્યો Modi Cabinet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ