Modi cabinet minister who reached Vadodara made a statement about vaccination
નિવેદન /
વડોદરા પહોંચેલા મોદી કેબિનેટના મંત્રીએ વેક્સિન લેવા અંગે આપ્યું નિવેદન, હું પણ.....
Team VTV04:33 PM, 20 Jan 21
| Updated: 05:29 PM, 20 Jan 21
વડોદરામાં આવી પહોંચેલા રાજ્યસભાના સાંસદ અને RPIના અધ્યક્ષ રામદાસ આઠવલેએ વેક્સિનેશન મુદ્દે નિવેદન આપ્યું છે.
રાજ્યસભાના સાંસદ આઠવલેએ વડોદરામાં વેક્સિન અંગે આપ્યું નિવેદન
હું પણ કોરોનાની વેકસીન લેવાનો છું: આઠવલે
કોરોના રસી મુદ્દે રાજકારણ ન થવું જોઇએ
વડોદરામાં આવી પહોંચેલા રાજ્યસભાના સાંસદ અને RPIના અધ્યક્ષ રામદાસ આઠવલે એ વેક્સિનેશન મુદ્દે નિવેદન આપ્યું છે. સાથે રાજકારણ ન કરવા માટે વાત કરી છે. આઠવલેએ કહ્યું કે, મેં ખુદે ગો કોરોનાનો નારો લગાવી કોરોના ભગાવવાની વાત કરી હતી. તેમ છતાં મને ખુદને જ કરોના થઈ ગયો હતો. ગો કરોના કહેવાથી માત્ર ચાલશે નહીં. હું પોતે પણ વેક્સિન લગાવવાનો છું. તમામ લોકોએ વેક્સિન લેવી જોઈએ.
आज गुजरात के वडोदरा शहर में गुजरात के पाटन के लोकसभा सांसद श्री भरतसिंह डाभी जी ने स्वागत किया। pic.twitter.com/gMuBE8DO7M
દેશભરમાં કોરોનાને નાથવા રસીકરણનો કાર્યક્રમ 16 તારીખથી અમલમાં આવી ચૂક્યો છે. પરંતુ દેશભરમાં કેટલાક લોકોએ વેક્સિન લીધા બાદ રિએકશન આવ્યાની વાત કરી છે. જ્યારે ગુજરાતમાં આ પ્રકારનો કોઈ ગંભીર કિસ્સો જોવા મળ્યો નથી. તો બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રસીકરણની શરૂઆત બાદ લોકોને સંબોધિને એક નિવેદન આપ્યું છે.
તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ પાલિકા ચૂંટણીઓ અંગે પણ મહત્વપૂર્ણનું નિવેદન કર્યું છે. રામદાસ આઠવલે RIP પાર્ટીના અધ્યક્ષ છે. અને ગુજરાતમાં પાલિકાની ચૂંટણીમાં RIP પણ પોતાની એન્ટ્રી કરશે. RIPના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે એ પાલિકા ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવારોને ઉતારવા અંગે નિવેદન આપ્યું છે કે, અમે ભાજપ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન કરીશું અને અમારી પાર્ટીને ટિકિટો મળે તેવો પણ પ્રયાય કરીશું. RIPને ટિકિટ નહીં અપાય તો જાતે ચૂંટણી લડીશું. અમારી પાર્ટી પાલિકાની ચૂંટણીમાં તમામ જાતિના ઉમેદવારને ટિકિટ આપવાની પણ વાત કરી છે.
કેટલી બેઠક પર રામદાસ આઠવલે પોતાના ઉમેદવારો ઉતારશે?
ગુજરાતમાં પાલિકાની ચૂંટણી લડવાની વાત સાથે RIPના અધ્યક્ષ રામદાસ આઠવલેએ ઉમેદવારોની સંખ્યા અંગે પણ ખુલાસો કર્યો છે. આઠવલેએ કહ્યું કે, 25 બેઠક પર અમે અમારા ઉમેદવારોને ચૂંટણી લડાવીશું.