બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પાકિસ્તાનની હવે ખેર નહીં! મોદી કેબિનેટમાં લેવાયો આ મોટો નિર્ણય

સુરક્ષા / પાકિસ્તાનની હવે ખેર નહીં! મોદી કેબિનેટમાં લેવાયો આ મોટો નિર્ણય

Last Updated: 08:52 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે કેબિનેટની બેઠકમાં બોર્ડર સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે.

ભારતના પાડોશી દેશ અને આતંકવાદના મિત્ર કહેવાતા પાકિસ્તાનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાય તે નિશ્ચિત છે. આ અંતર્ગત ભારત હવે પાકિસ્તાનની સરહદ પર મોટું પગલું ભરી રહ્યું છે. ભારત પાકિસ્તાન સરહદ પર રસ્તાઓનું નેટવર્ક બિછાવવા જઈ રહ્યું છે. નેટવર્કની લંબાઈ 2280 કિલોમીટર હશે.

પાકિસ્તાનની સરહદે લાંબા રસ્તાઓ બનશે

મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં લાંબા રસ્તાઓ બનાવાની તૈયારી કરી લીધી છે. આનાથી સરહદી વિસ્તારોમાં સેનાની હાજરી અને તેમને આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં ઘણી મદદ મળશે.

વધુ વાંચો : પ્રદશિણા કરીને ચિતા પર બેસી, પડતાં પતિનો પગ પકડીને બેઠી, જાણો રુપ કંવર કેવી રીતે સતી થઈ?

મોદી સરકારે રોડ પ્રોજેક્ટ માટે 4400 કરોડ રૂપિયા મંજૂર કર્યાં

પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું મોટું નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. જે રસ્તાઓ ખરાબ હાલતમાં છે તેનું સમારકામ કરવામાં આવશે અને જ્યાં નથી ત્યાં નવા રસ્તા બનાવવામાં આવશે. મોદી સરકારે આ રોડ પ્રોજેક્ટ માટે 4400 કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી અહીં ઓલ-વેધર રોડ નેટવર્કનો અભાવ અનુભવાઈ રહ્યો હતો. પરંતુ હવે અહી રોડનું એવું નેટવર્ક બિછાવવામાં આવશે કે મોટા અને ભારે વાહનો પણ સરળતાથી પહોંચી શકશે. તેની શરૂઆત રાજસ્થાનની આસપાસના સરહદી વિસ્તારોમાંથી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

modi cabinet decision pakistan border road project local
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ