બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 3 કરોડ ઘરો, 8 ન્યૂ રેલવે પ્રોજેક્ટ..., એકસાથે અનેક મોટા પ્રોજેક્ટ્સને શુક્રવારે મોદી કેબિનેટે આપી મંજૂરી
Last Updated: 09:28 AM, 10 August 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે અનેક મોટી યોજનાઓની જાહેરાત કરી. આમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન 2.0ને મંજૂરી આપવાનો પણ સમાવેશ થાય છે. આ યોજના હેઠળ 3,60,000 કરોડના ખર્ચે 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ સિવાય કેબિનેટે ભારતીય રેલ્વેમાં આઠ નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.
ADVERTISEMENT
માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા 4 કરોડ ઘરોથી મોટું સામાજિક પરિવર્તન આવ્યું છે. 3 કરોડ વધુ નવા મકાનોના અમલીકરણ માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, આ પીએમ મોદીના પ્રારંભિક વચનોમાંથી એક હતું. આ માટે બજેટમાં 3,60,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. 2 કરોડ ઘરો ગ્રામીણ વિસ્તારોમાં અને 1 કરોડ ઘર શહેરી વિસ્તારોમાં હશે. યોજના મુજબ 5 વર્ષમાં 1 લાખ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ લોકોને 2.30 લાખ કરોડ રૂપિયાની સહાય નવા મકાનો બનાવવા, નવા મકાન ખરીદવા અને ભાડા માટે આપશે.
પીએમ આવાસ યોજના (ગ્રામીણ) માટે 3,06,137 કરોડની જોગવાઈ
ADVERTISEMENT
કેબિનેટે એપ્રિલ 2024 થી માર્ચ 2029 સુધી યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી. નાણાકીય વર્ષ 2028-29 સુધીના સમયગાળા માટે કુલ રૂ. 3,06,137 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કેન્દ્રીય હિસ્સો રૂ. 2,05,856 કરોડ અને રાજ્યનો હિસ્સો રૂ. 1,00,281 કરોડનો સમાવેશ થાય છે. આ વર્ષે 31 માર્ચ સુધી PMAY-ગ્રામીણના પાછલા તબક્કાના અધૂરા મકાનો પણ વર્તમાન દરે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત 2 કરોડ મકાનોથી લગભગ 10 કરોડ લોકોને લાભ થવાની અપેક્ષા છે.
નવા રેલ્વે પ્રોજેક્ટ્સની કરી જાહેરાત
કેબિનેટે બહેતર કનેક્ટિવિટી પૂરી પાડવા, મુસાફરી સરળ બનાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત ઘટાડવા અને CO2 ઉત્સર્જન ઘટાડવા આઠ રેલવે પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. પ્રોજેક્ટ્સની કુલ અંદાજિત કિંમત રૂ. 24,657 કરોડ (અંદાજે) છે અને તે 2030-31 સુધીમાં પૂરા કરવામાં આવશે. પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને રોજગારી પણ મળશે.
આ પણ વાંચો: ગુજરાતથી લઇને છેક હિમાચલ સુધી..., આજે અનેક રાજ્યો પર વરસાદી આફતનું સંકટ, કરાયું એલર્ટ જાહેર
કેબિનેટે માહિતી આપી હતી કે આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે PM-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો ભાગ છે, જે સંકલિત આયોજન દ્વારા શક્ય બન્યું છે અને લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. સાત રાજ્યો એટલે કે ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના 14 જિલ્લાઓને આવરી લેતી 8 યોજનાઓ ભારતીય રેલ્વેના વર્તમાન નેટવર્કને 900 કિમી સુધી વિસ્તારશે. આ પ્રોજેક્ટ્સ સાથે, 64 નવા સ્ટેશનો બાંધવામાં આવશે, જે 6 મહત્વાકાંક્ષી જિલ્લાઓ (પૂર્વ સિંઘભૂમ, ભદાદ્રી કોઠાગુડેમ, મલકાનગિરી, કાલાહાંડી, નબરંગપુર, રાયગડા), લગભગ 510 ગામો અને લગભગ 40 લાખ વસ્તીને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.