બ્રેકિંગ ન્યુઝ
VTV / Modi cabinet After Rijiju his deputys ministry also changed
Mahadev Dave
Last Updated: 04:36 PM, 18 May 2023
ADVERTISEMENT
રિજીજુ કાયદા મંત્રીના પદ પરથી હટાવી દેવાયા બાદ પાંચ જ કલાકમાં મોદી કેબિનેટમાં વધુ એક મોટો બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં રિજીજુ બાદ તેમના ડેપ્યુટીનું પણ મંત્રાલય બદલવામાં આવ્યું છે અને કાયદા રાજ્યમંત્રી એસ.પી. સિંહ બધેલનું પણ મંત્રાલય બદલાયું છે. કાયદા રાજ્ય મંત્રી એસ પી સિંહ બધેલને આરોગ્ય મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
BIG BREAKING | મોદી કેબિનેટમાં વધુ એક મોટા ફેરબદલ, કિરન રિજીજુ બાદ તેમના ડેપ્યુટીની પણ કાયદા મંત્રાલયમાંથી છુટ્ટી, SP સિંહ બઘેલને કાયદા રાજ્યમંત્રીને બદલે હવે સ્વાસ્થ્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવાયા#ModiCabinet #KirenRijiju #SPsinhbaghel #VTVGujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 18, 2023
ADVERTISEMENT
મહત્વું છે કે આજે જ કાયદા મંત્રી પદેથી કીરેન રિજીજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યા બાદ પાંચ કલાકના સમયગાળા દરમિયાન મંત્રી મંડળમાં વધુ એક મોટો બદલાવ કરાયો છે,
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.