બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / mobile users to get 30 days validity plan

મોટી રાહત / 24 કે 28 નહીં પણ હવે રિચાર્જમાં મળશે પુરા 30 દિવસની વેલિડિટી, TRAI આપ્યા ટેલીકોમ કંપનીઓને આદેશ

Pravin

Last Updated: 04:32 PM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ યુઝર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં હવે 30 દિવસની વેલિડિટીવાળા પ્રિપેડ રિચાર્જ પ્લાન આવશે. ટ્રાઈએ તમામ ટેલીકોમ કંપનીઓ માટે આદેશ આપ્યા છે.

મોબાઈલ યુઝર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં હવે 30 દિવસની વેલિડિટીવાળા પ્રિપેડ રિચાર્જ પ્લાન આવશે. ટેલીકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઈંડિયાએ તમામ ટેલીકોમ કંપનીઓ માટે અમુક નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. તેમાં આખા મહિનાના ટેરિફ પ્લાન સહિત કેટલાય મોટા નિર્ણયો કર્યા છે.  Telecom Tariff (66th Amendment) Order, 2022 અંતર્ગત TRAIએ કેટલાય નિર્ણયો સંભળાવ્યા છે, જેના વિશે જાણીને યુઝર્સ ખુશ થઈ ગયા છે. 

ટ્રાઈએ ટેલીકોમ કંપનીઓને આપ્યા આદેશ

TRAI ટેલીકોમ કંપનીઓને ઓછામાં ઓછા એવા ટેરિફ પ્લાન ઓફર કરવાનો આદેશ આપ્યો છે, જેની વેલિડિટી 30 દિવસની હોય.

ગુરૂવારે એક આદેશમાં ટ્રાઈએ કહ્યું હતું કે, તમામ ટેલીકોમ કંપનીઓને 30 દિવસના વેલિડિટીવાલા એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર ઓફર કરવું જોઈએ. ટ્રાઈએ કહ્યું છએ કે, કંપનીઓએ ઓછામાં ઓછું એક એવો પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર જરૂર ઓફર કરવી જોઈએ, જેને દર મહિને 1લી તારીખે રિન્યૂ કરાવી શકાય.

Telecom Tariff (66th Amendment) Order, 2022એ જાહેર થયા બાદ મોબાઈલ ફોન યુઝર્સને રિચાર્જ પ્લાનના કેટલાય ઓપ્શન મળશે. યુઝર્સને પ્લાનમાં પુરા 30 દિવસની વેલિડિટીનું પણ ઓપ્શન મળશે.

24 કે 28 દિવસ નહીં પણ પુરા 30 દિવસની મળશે વેલિડિટી

અત્યાર સુધી કંપનીઓ 28 કે, 24 દિવસનો રિચાર્જ પ્લાન આપતી હતી. યુઝર્સની આ ફરિયાદ રહેતી હતી કે, કંપનીઓ આખા મહિનાનું રિચાર્જ આપતી નથી. તેનાથી યુઝર્સને ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી છે. સાથે જ વધારે પૈસા ખર્ચવા પડે છે. ટ્રાઈએ કહ્યું કે, તેનાથી યુઝર્સની એવી ફરિયાદ મળી ચુકી હતી કે, તેમને મંથલી પ્લાન સહિત વર્ષમાં 13 વખત રિચાર્જ કરાવવું પડે છે.  અને તેના કારણે યુઝર્સ સાથે છેતરપીંડી થયાનું અનુભવી રહ્યા છે. 

ટ્રાઈના જણાવ્યા અનુસાર આ નવા ફેરફારથી યુઝર્સને ખૂબ જ ફાયદો પહોંચવાનો છે અને તેની સગવડના હિસાબે યોગ્ય વેલિડિટીનવાળો પ્લાન્સમાં વધારે ઓપ્શન પણ મળશે.

ટેલીકોમ કંપનીઓનો વિરોધ

ટ્રાઈના આ આદેશ પર ટેલીકોમ કંપનીઓએ વિરોધ કર્યો છે. ટેલીકોમ કંપનીઓનું કહેવું છે કે, 28 દિવસ, 54 દિવસ અથવા 84 દિવસની વેલિડિટીવાળા કોઈ પણ પ્લાનમાં ફેરફાર કરવાથી બિલ સાઈકલમાં ખૂબ ગરબડ આવી જશે. કંપનીઓનું કહેવું છે કે, એક જ તારીખે એક જ અમાઉંટનું રિચાર્જ રિન્યૂ કરવાની ઓફર ટેકનિકલી રીતે શક્ય નથી. કારણ કે, આવું પોસ્ટ પેઈડ પ્લાન્સ માટે થાય છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Recharge Pack TRAI Telecom Company recharge telecom Mobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ