બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Mobile Theft complaint done in just minutes by sitting at home
Arohi
Last Updated: 11:01 AM, 8 June 2023
ADVERTISEMENT
જો તમારો મોબાઈલ ફોન ક્યાંય ખોવાઈ ગયો કે ચોરી થઈ ગયો છે તો પરેશાન થવાની જરૂર નથી. એવામાં તમે ઘરે બેઠા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની વેબસાઈટ પર જઈને ઓનલાઈન કમ્પ્લેઈન કરી શકો છો. તેના માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. એટલે કે તમે આ કામ માટે ઘરે બેઠા જ મિનિટોમાં કરી શકો છો.
ADVERTISEMENT
તમે મોટાભાગે જોયુ હશે કે જ્યારે કોઈનો મોબાઈલ ખોવાઈ જાય છે કે ચોરી થઈ જાય છે તો એવામાં લોકોને ફરિયાદ કરવા માટે પહેલા પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડતા હતા. જેનાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે પોલીસ સ્ટેશનના ચક્કર નહી લગાવવા પડે.
ફોન લોક થયા બાદ ચોર નહીં કરી શકે તેનો ઉપયોગ
જણાવી દઈએ કે સામાન્ય લોકોની સમસ્યાનું સમાધાન લાવવા અને સારી સુવિધા આપવા માટે સરકારે નવી સર્વિસ શરૂ કરી છે. જેના દ્વારા તમારી ફરિયાદ કરવાનું કામ ઘરે બેઠા જ મિનિટોમાં થઈ જશે.
જો તમારો મોબાઈલ ક્યાંય ખોવાઈ ગયો છે કે ક્યાંક ચોરી થઈ ગયો છે તો તમારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફરિયાદ કરવાની રહેશે અને તમારી તરફથી ફરિયાદ કરતા જ અમુક જ મિનિટોમાં તમારો મોબાઈલ અનલોક થઈ જશે. તેનાથી તમારો બધો ડેટા સુરક્ષિત રહેશે. તેના ઉપરાંત તમારો મોબાઈલ ફોન લોક થવા બાદ કોઈ પણ ઉપયોદ નહીં કરી શકો.
ઓનલાઈન કમ્પ્લેન કરી આ રીતે મોબાઈલ કરો લોક
જો તમારો ખોવાયેલો અને ચોરી થયેલો મોબાઈલ કમ્પ્લેન કર્યા બાદ પરત મળી જાય છે તો તમે પણ તેનો ઉપયોગ નહીં કરી શકો કારણ કે કમ્પ્લેઈન કર્યા બાદ તમારો મોબાઈલ ફોન બ્લોક થઈ ગયો છે. માટે તમારે મોબાઈલનો ફરી ઉપયોગ કરવા માટે તમારે ફોનને અનબ્લોક કરવા માટે કમ્પ્લેન કરવાની રહેશે. તેના બાદ જ તમારો મોબાઈલ ફરી ચાલુ થઈ શકશે. તેના માટે પણ તમારે અમુક સ્ટેપ ફોલો કરવા પડશે.
આ રીતે અનલોક કરો પોતાનો મોબાઈલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.