બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / mobile service provider bharti airtel revised tariffs pre paid plans increase know more

ભાવ વધારો / હવે તમારા રિચાર્જ પર પણ પડશે મોંઘવારીનો માર, આ કંપનીના યુઝર્સને 25 ટકા વધારે ચુકવવા પડશે પૈસા

Arohi

Last Updated: 12:37 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરટેલે પ્રીપેડ પ્લાન્સ પર ટેરિફ રેટમાં 25 ટકાનો વધારો કર્યો છે. એરટેલની તરફથી જાહેરાત કરવામાં આવી છે કે નવા ટેરિફ રેટ 26 નવેમ્બરથી લાગુ થઈ જશે.

  • એરટેલે પ્રીપેડ પ્લાન્સ પર ટેરિફ ભાવમાં કર્યો વધારો 
  • યુઝર્સને ચુકવવા પડશે 25 ટકા વધારે પૈસા 
  • જાણો વધુ વિગતો વિશે 

ભારતીય એરટેલે પ્રીપેડ પ્લાન્સ પર ટેરિફ ભાવમાં 25 ટકાનો વધારો કર્યો છે. એરટેલની તરફથી આ વાતની જાહેરાત કરવામાં આવી છે કે ટેરિફના ભાવમાં 26 નવેમ્બરથી વધારો કરવામાં આવશે. 

Airtelએ પોતાના કસ્ટમર્સને મોંઘવારીનો ઝટકો આપ્યો છે. Airtelએ પોતાના પ્રીપેડ પ્લાન્સની કિંમતોને વધારી છે. કંપનીએ ટેરિફ રેટને 25 ટકા સુધી વધાર્યા છે. આ પહેલા કંપનીએ જુલાઈમાં પોસ્ટપેડ પ્લાન્સની કિંમતમાં પણ વધારો કર્યો છે. 

25 ટકા વધી જશે કિંમત 
હવે Airtelના 28 દિવસ વાળા પ્રીપેડ પ્લાની કિંમત પણ 99 રૂપિયાથી શરૂ થશે. એટલે કે આ પ્લાનની કિંમત 25 ટકા વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે 49 રૂપિયા વાળા આ પ્લાનને જુલાઈમાં હટાવી દેવામાં આવ્યો હતો. જોકે આ પ્લાનમાં SMS સાથે નથી આવતા. 

જો તમને SMS પણ જોઈએ છે તો તમને 149 રૂપિયાના 179 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ પ્લાનમાં 20 ટકા હાઈક કરવામાં આવ્યું છે. આ બેનિફિટ અને 1 GB ડેટાની સાથે 219 રૂપિયા વાળો પ્લાન પણ આપવામાં આવતો હતો. આ કિંમત હવે 265 રૂપિયા થઈ ગઈ છે.  

બીજા પ્લાન્સના ટેરિફમાં 20 ટકાનો હાઈક
Airtelના પોપ્યુલર 598 રૂપિયા પ્લાનની કિંમત પણ વધી ગઈ છે. આ પ્લાન 84 દિવલની વેલિડિટીની સાથે આવે છે. તેમાં ડેલી યુઝર્સને 1.5GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાન માટે હવે તમારે 719 રૂપિયા ખર્ચ કરવાનો રહેશે. ડેટા ટોપઅપ અને બીજા પ્લાન્સના ટેરિફમાં 20 પરસેન્ટનો હાઈક આપવામાં આવ્યો છે. 

આ પ્રીપેડ પ્લાન્સની નવી કિંમત 26 નવેમ્બરથી શરૂ થશે. Reliance Jio અને Vodafoneએ પણ પ્રાઈઝ હાઈકની જાહેરાત કરી છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ જલ્દી જ પોકાના પ્રીપેડ પ્લાન્સની કિંમતોને વધારી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Mobile Pre Paid Plans tariffs એરટેલ ટેરીફ રેટ Airtel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ