બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 11:14 AM, 10 April 2020
ADVERTISEMENT
બીજી તરફ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિચર ફોન યુઝર્સની લગભગ અડધી સંખ્યા લોકડાઉનથી પ્રભાવિત છે. મોટે ભાગે કામદાર વર્ગના લોકો અત્યારે મોબાઈલ રિચાર્જ કરાવી શકતા નથી.કેમ કે ઘણા પાસે તેના પૈસા નથી અને મોટાભાગના લોકોને ઓનલાઇન રિચાર્જ કરતાં આવડતું નથી.
ટેલિકોમ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓફલાઇન રિચાર્જ શૂન્ય થઈ ગયું છે, કારણ કે વપરાશકર્તાઓ મોબાઇલ સ્ટોર અથવા નજીકના સ્ટોર પર જઈને ફોન રિચાર્જ કરાવી શકતા નથી. આ સાથે કંપનીઓના નવા યુઝરબેઝમાં પણ ઘટાડો થયો છે.
ADVERTISEMENT
બીજી બાજુ, જો લોકડાઉન 14 એપ્રિલથી આગળ વધે તો કંપનીઓનનું નુકસાન હજુ વધવાની શકયતા છે. ટેલિકોમ કંપની વોડાફોન- આઈડિયાએ તેના ગ્રાહકો માટે વિશેષ સેવા રજૂ કરી છે. આ સેવા અંતર્ગત, વોડાફોન-આઇડિયાના ગ્રાહકો એટીએમથી તેમના મોબાઇલ નંબર રિચાર્જ કરી શકશે. આ સેવા માટે કંપનીએ એચડીએફસી , આઈસીઆઈસીઆઈ, એક્સિસ, સીટી બેંક, ડીસીબી, આઈડીબીઆઈ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક સાથે ભાગીદારી કરી છે એરટેલ ગ્રાહકો એટીએમ, કરિયાણા અને ફાર્મસી સ્ટોરથી તેમનો નંબર રિચાર્જ કરી શકશે. આ માટે એરટેલ દ્વારા એચડીએફસી, આઈસીઆઈઆઈ, બિગ બજાર અને એપોલો સાથે ભાગીદારી કરવામાં આવી છેઉલ્લ્ખનીય છે કે અત્યારે વધારે કરતાં મોટા ભાગે શહેરી વિસ્તારના લોકો મોબાઇલ રિચાર્જ કરાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.