બ્રેકિંગ ન્યુઝ
VTV / Technology / Budget 2024 / Budget / તમારા કામનું / મોબાઈલ રિચાર્જ પ્લાન થશે વધુ મોંઘા! બજેટમાં ટેલિકોમ સેક્ટર પર જાહેરાતની અસર
Last Updated: 05:58 PM, 23 July 2024
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ટેલિકોમ સાધનો પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (PCBA) ડ્યુટી વધારી દેવામાં આવી છે. આ વધારો 10% થી 15% હશે. આના કારણે ટેલિકોમ સેક્ટરને અસર થશે, જેના કારણે ટેલિકોમ સેક્ટરની સેવાઓ પણ મોંઘી થઈ શકે છે.
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કર્યું છે. તેમણે ઘણી મોટી જાહેરાતો કરી જેમાંથી એક પસંદગીના ટેલિકોમ સાધનો પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝની ડ્યુટીઝમાં વધારો કરાયો છે. આ વધારો 10% થી 15% હશે. તેની અસર ઘણા મોબાઈલ યુઝર્સ પર જોવા મળશે.
ADVERTISEMENT
ટેલિકોમ ઈક્વિપમેન્ટની કિંમતમાં વધારાને કારણે તે મોબાઈલ યુઝર્સને ઘણી રીતે અસર કરી શકે છે. ખરેખર PCBA પર વધુ ડ્યૂટીને કારણે ટેલિકોમ સાધનોની કિંમતમાં વધારો થઈ શકે છે. આ આડકતરી રીતે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને અસર કરી શકે છે અને ઓપરેશનલ કોસ્ટમાં પણ વધારો કરશે. ટેલિકોમ કંપનીઓ ટૂંકા ગાળામાં ટેરિફ વધુ મોંઘી કરી શકે છે. એટલું જ નહીં 5G રોલઆઉટની સ્પીડ પણ ધીમી પડશે.
સર્વિસ ચાર્જ વધી શકે છે
ADVERTISEMENT
આ કારણે ટેલિકોમ ઓપરેટરને કામગીરીમાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. તેના કારણે ગ્રાહકને વધારે સર્વિસ ચાર્જ અથવા મોંઘા ટેરિફનો સામનો કરવો પડી શકે છે. COAI તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવામાં આવે જેથી કરીને 5G રોલ આઉટ ઝડપી થઈ શકે. બાદમાં વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ડ્યુટી વધારી શકાય છે. જો કે તેમ ન થતાં આ બજેટમાં ડ્યુટી વધારવામાં આવી છે.
નેટવર્કના વિસ્તરણને અસર થશે
ADVERTISEMENT
PCBAમાં વધારો થયા બાદ ભારતમાં ટેલિકોમ સેક્ટરના નેટવર્કના વિસ્તરણમાં મુશ્કેલીઓ આવી શકે છે, કારણ કે તેના કારણે નેટવર્ક વિસ્તરણનું કામ મોંઘું થઈ જશે અને નેટવર્કનું કામ ધીમું પડી શકે છે. ભારતમાં વધુ 5G સાધનોનું ઉત્પાદન થતું નથી, તેથી હવે 5G રોલઆઉટમાં વિલંબ થઈ શકે છે.
ADVERTISEMENT
સેવાની ગુણવત્તાને અસર થઈ શકે છે
PCBAમાં વધારો થવાને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં મોબાઈલ સેવાની ગુણવત્તા અને કવરેજ પર પણ અસર પડી શકે છે. ગ્રામીણ અને અન્ય વિસ્તારોમાં આની નોંધપાત્ર અસર પડી શકે છે.
ADVERTISEMENT
ઇડસ્ટ્રી પર શું અસર પડશે?
PCBA ડ્યૂટીમાં વધારો થવાને કારણે ઓપરેટરો રોકાણની યોજના થોડા સમય માટે મુલતવી રાખી શકે છે. લોકલ મેન્યુફેક્ચરિંગ પર ભારે અસર પડશે, PCBA ડ્યુટીમાં વધારા બાદ લોકલ મેન્યુફેક્ચરિંગને વેગ મળી શકે છે. તેને વિકસાવવામાં થોડો સમય લાગશે.
ઉપકરણની કિંમત વધશે
PCBA ડ્યુટીમાં વધારા પછી ઉપકરણની કિંમતમાં વધારો થઈ શકે છે. આ સિવાય ટેલિકોમ કંપનીઓ પણ તેમની સેવાઓ મોંઘી કરી શકે છે. આવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ કરવો સામાન્ય લોકો માટે મોંઘો સાબિત થઈ શકે છે.
સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ એસપી કોચરે બજેટ પહેલા કહ્યું હતું કે છેલ્લા 5-6 વર્ષમાં ભારત સરકારે ટેલિકોમ સાધનોની કિંમતમાં 20%નો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં ટેલિકોમ કંપનીઓ પર નાણાકીય બોજ વધી રહ્યો છે અને તેની સીધી અસર 5G સેવાના રોલઆઉટ પર જોવા મળશે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે કેટલાક ટેલિકોમ સાધનો પર લાદવામાં આવેલી કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળવી જોઈએ. કોચરે વધુમાં કહ્યું કે સરકારે 4G અને 5G નેટવર્ક પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવી જોઈએ. આ સાથે અન્ય સંબંધિત વસ્તુઓ પરની ડ્યુટી પણ ઘટાડવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.