બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / mobile recharge plan jio airtel may get expensive from 2023

તમારા કામનું / Jio-Airtel યૂઝર્સે નવા વર્ષે ખિસ્સા ઢીલા કરવા પડશે, મોંઘા થઈ જશે તમામ રિચાર્જ, જાણો લેજો ડિટેલ્સ

Vaidehi

Last Updated: 06:50 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય એરટેલ અને જીઓ પોતાનાં મોબાઇલ પ્લાન્સની કિંમતો નવા વર્ષથી વધારી શકે છે. આવનારાં 3 વર્ષો સુધી ભાવમાં થશે સતત વધારો. જાણો દરેક પ્લાન્સમાં કેટલા ટકા વધારો થશે ?

  • મોબાઇલ રિચાર્જ પ્લાનમાં થઇ શકે છે ભાવ વધારો
  • Jio-Airtel લઇ શકે છે મોટો નિર્ણય
  • ત્રણ વર્ષ સુધી 10%નો થઇ શકે છે વધારો

ક્રિસમસ અને નવા વર્ષને લઇને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા વર્ષનાં ઉત્સાહને ફીકી પાડતી એક ખબર સામે આવી છે. 2023થી મોબાઇલ રિચાર્જ પ્લાન મોંઘા થઇ શકે છે. ટેલીકોમ ઓપરેટરો દ્વારા ટેરિફમાં વૃદ્ધિ કરવામાં આવી શકે છે. ટેલીકમ્યુનિકેશનની દિગ્ગજ કંપનીઓ JIO અને  AIRTEL રેવેન્યૂ અને માર્જિનને વધારવા માટે વર્તમાન પ્લાન્સની કિંમતોમાં 10%નો વધાકો કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર JIO-AIRTEL સહિત અન્ય ઓપરેટરો આવનારાં ત્રણ વર્ષો સુધી એટલેકે નાણાકિય વર્ષ 2023-24-25માં સતત ટેરિફમાં 10% વધારો કરવાની ઘોષણા કરી શકે છે. તેનો અર્થ એ છે કે આવનારાં 3 વર્ષ સુધી દરેક ચોથી ટર્મમાં મોબાઇલ રિચાર્જ પ્લાન્સની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે.

કંપનીઓને ચોક્કસથી ફાયદો થશે

રિપોર્ટ અનુસાર ટેલીકમ્યુનિકેશન કંપનીઓ આ નિર્ણય આવક અને માર્જિન પર વધી રહેલા દબાણનાં કારણે લઇ શકે છે. જો કે આ વર્ષનાં ત્રીજા ક્વાર્ટરમાં આ વખતે એરટેલ, Vi અને જીઓનાં પ્રતિ યૂઝર્સ ARPUમાં સામાન્ય વધારો થયો છે. જો નવા વર્ષથી પ્લાન્સમાં વધારો થાય છે તો તેનાથી કંપનીઓને ચોક્કસથી ફાયદો થશે.

એરટેલે પહેલા પણ વધાર્યા હતા ભાવ
ભારતીય એરટેલએ પોતાના કેટલાક પ્લાન્સનાં ભાવ અત્યારથી વધારવાનાં શરૂ કરી દીધાં છે. કંપનીએ 99 રૂપિયાવાળા પ્લાનની કિંમત હવે 155 રૂપિયા કરી દીધેલ છે. પહેલા આ પ્લાન અંતર્ગત 18 દિવસ માટે 1 GB ડેટા, 100 મેસેજ, એરટેલ એક્સટ્રીમ, વિંક મ્યૂઝિક અને Z5 પ્રીમિયમ એક્સેસ આપવામાં આવતો હતો જે હવે લોકોને 155 રૂપિયામાં મળે છે. કંપનીએ આ પ્લાન છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને યૂપી ઇસ્ટમાં શરૂ કરી દીધેલ છે.

JIO-AIRTEL એ શરૂ કરી  5G સેવા
કેટલાક સમય પહેલા જ ભારતીય એરટેલ અને જીઓએ દેશનાં કેટલાક પ્રમુખ શહેરોમાં 5G નેટવર્ક સેવા શરૂ કરી છે. તેના અંતર્ગત VODAFONE-IDEAને ભારી નુક્સના કસ્ટમર  બેઝ પર પડ્યો છે. VI હાલમાં નુક્સાનનો સામનો કરી રહ્યો છે જે હાલમાં 5G નેટવર્ક લાગુ કરવાની સ્થિતિમાં નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Airtel jio mobile recharge plan ભાવ વધારો મોબાઇલ રિચાર્જ Mobile recharge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ