Mobile phone addiction takes life: Minor hangs himself from fan after mother refuses to give him phone, cautionary tale of Kamaraj
સુરત /
મોબાઈલના વ્યસને જીવ લીધો: માતાએ ફોન આપવાની ન કહેતા સગીરાએ પંખે લટકી ફાંસો ખાધો, કામરેજનો ચેતવણીરૂપ કિસ્સો
Team VTV11:45 PM, 08 Feb 23
| Updated: 12:10 AM, 09 Feb 23
સુરતમાં મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
સુરતમાં મોબાઈલ બન્યો આપઘાતનું કારણ
કામરેજમાં 14 વર્ષની સગીરાનો આપઘાત
માતાએ મોબાઈલ ન આપતા સગીરાનો આપઘાત
આજે મોટાભાગના બાળકોથી માંડી યુવાનો અને મહિલાઓમાં મોબાઇલનું વળગણ વકરી રહ્યું છે. ભૂતકાળમાં પણ મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે તેવામાં સુરતમાં મોબાઈલ આપઘાતનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામરેજમાં 14 વર્ષની સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
સુરતમાં બનેલી આપઘાતની ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ બની છે. આ મામલે જાણવા મળતી વિગત અનુસાર કામરેજના પરબ ગામે 14 વર્ષની સગીરાએ માતા પાસે મોબાઈલ માંગ્યો અને માતાએ મોબાઈલ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે સગીરાને માઠું લાગી આવતા તેણે રૂમમાં પંખા સાથે દુપટો બાંધી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મોબાઈલનું ન્યુસન બાળકોમાં વધી રહ્યું છે આજે મોબાઈલનું વ્યસન બની ગયું છે. આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોના વાલીઓએ પણ ચેતવુ જોઈએ.
મહત્વનું છે કે તાજેતરમાં જ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.
કેટલાક બાળકો પાસેથી મળેલ પ્રશ્નોના જવાબો :-
82% બાળકોને મોબાઈલ જ ગમે છે. મોબાઈલ સિવાય બીજું કશું દેખાતું નથી.
93% બાળકોને મોબાઈલની સાથે મોબાઈલમા ગેમ્સ રમવી જ ગમે છે આઉટડોર ગેમ્સ બાળકોને પસંદ જ નથી અને મોટાભાગના બાળકોને આઉટડોર ગેમ્સ વિશે ખબર જ નથી.
3) 78% બાળકોને મોબાઈલની સાથે જ જમવાની આદત છે.
4) 82% બાળકો મોબાઈલની સાથે એકલતાનો ભોગ બની ગયા છે.
5) 73% બાળકોને શાળાએ પણ મોબાઈલ યાદ આવે જાણે મોબાઈલ વિના રહી નથી શકતા.
6) 77% બાળકો શાળાએથી ઘરે આવતાની સાથે ફ્રેશ થવાને બદલે મોબાઈલ જ પહેલો હાથમા લે છે.
7) 64% બાળકો ઊંઘમાં પણ મોબાઈલનું રટણ રટે છે.
8) 77% બાળકો મોબાઈલને કારણે સુવાની ટેવ મોડી થતી જોવા મળી.જેને કારણે સવારે શાળાના સમયે વહેલા ઉઠવામાં મોડુ થઇ જાય છે.
9) 89% બાળકો મોબાઈલને કારણે હોમવર્ક કરવામાં આળસ કરે છે.
10) 83% બાળકોમાં મોબાઈલને કારણે આંખોની મુશ્કેલીઓ જોવા મળી.
11) 67% બાળકોમાં મોબાઈલને કારણે બેહુદું વર્તન કરતા શીખી ગયા જોવા મળેલ છે.
મોટાભાગના બાળકો મોબાઇલને પોતાની દુનિયા માની બહારની દુનિયા ભૂલી ગયા છે જે આજના સમયની માતાપિતાની મોટામાં મોટી સમસ્યા છે.
મોબાઈલને લઈને માતા - પિતાની ફરિયાદો
- મોબાઈલને કારણે બાળકો સરખું જમતા પણ નથી.
- મોડે સુધી મોબાઈલને કારણે જાગ્યા કરે અને ગેમ્સ રમ્યા કરે.
- જેથી બીજે દિવસે સ્કૂલે જવા માટે સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ.
- મોબાઈલ સાથે એકલા રહેવાનો આગ્રહ.
- કોઈ ડિસ્ટર્બ કરે અથવા તો મોબાઈલ લઇ લેવામાં આવે તો ચીસો પાડવા લાગે, રાડો નાખી ધમપછાડા કરવા લાગે.
- મોબાઈલને કારણે ચશ્માં આવી જવા અને નંબર વઘી જવાની સમસ્યા વઘી ગઈ છે.
- શાળાએથી શિક્ષકોની પણ ફરિયાદો કે ભણવામાં ધ્યાન ન આપવું.
- ક્લાસીસમા ન જવું.
- વર્તનમા પરિવર્તન
જ્યારે બાળકોમાં મોબાઈલ વપરાશ નો અતિરેક થાય ત્યારે શું થાય છે: