mobile internet service started after 145 days in kargil ladakh agter becoming union territory
કાશ્મીર /
370 હટાવ્યાના 145 દિવસ બાદ અંતે લદ્દાખના કારગિલમાં ઈન્ટરનેટ શરૂ થયું, જનજીવન પૂર્વવત
Team VTV02:35 PM, 27 Dec 19
| Updated: 02:43 PM, 27 Dec 19
એક તરફ જ્યાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશના અલગ-અલગ ભાગોમાં થયેલી હિંસાને જોતા ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારે 145 દિવસથી ઇન્ટરનેટ બેનનો સામનો કરી રહેલા જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોથી શુક્રવારે ઇન્ટરનેટ બેન હટાવી લેવાયો છે.
લદ્દાખના કારગિલ અને દ્રાસ હટાવાયો ઇન્ટરનેટ બેન
145 દિવસ બાદ વિસ્તાર ફરી શરૂ કરવામાં આવી ઇન્ટરનેટ સેવાઓ
કાશ્મીર ખીણમાં હજુ પણ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી નથી
જમ્મૂ કાશ્મીરથી અલગ થઇને કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા લદ્દાખના કારગિલ અને દ્રાસમાં ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવી દેવાયો છે.
145 દિવસ પહેલા જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. કારગિલ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના અન્ય જિલ્લાઓ અને કાશ્મીર ખીણમાં હજુ પણ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી નથી. અનુચ્છેદ 370 હટ્યા બાદ જમ્મૂ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ અને લદ્દાખમાં વિભાજિત કર્યાના ચાર મહીના બાદ મોબાઇલ કનેક્શન શરૂ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ભારત સરકારે 5 ઓગસ્ટે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ 370ને હટાવ્યો હતો. જમ્મૂ કાશ્મીરને બાદમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી ત્યાં ઘણા પ્રતિબંધ લગાવ્યા છે.
આ મહીને જ ભારતીય-અમેરિકી સાંસદ પ્રેમિલા જયપાલે અમેરિકી સંસદમાં જમ્મૂ કાશ્મીર પર એક પ્રસ્તાવ રજૂ કરતા ભારતથી ત્યાં લગાવાયેલા સંચાર પ્રતિબંધોને જલ્દી જ હટાવવા અને તમામ રહેવાસીઓની ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષિત રાખવાની અપીલ કરી હતી. પ્રસ્તાવમાં ભારતને જમ્મૂ કાશ્મીરમાં સંચાર સેવાઓ પર લાગેલા પ્રતિબંધોને હટાવવા અને ઇન્ટરનેટ સેવાઓને શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી.