હવે સ્વાસ્થ્ય માટે હાનિકારક નહીં સાબિત થાય મોબાઇલ ફોન, જાણો કેમ

By : juhiparikh 03:41 PM, 11 July 2018 | Updated : 03:41 PM, 11 July 2018
દેશની અંદર મોબાઇલ ફોન હેન્ડસેટ ઉત્પાદિત કંપનીઓ અને વિદેશથી આયાત કરેલા ફોન હેન્ડસેટ્સ હવે સંપૂર્ણપણે સલામત રહેશે. ભારતીય ધોરણો બ્યૂરો (BIS) આ ગેરન્ટી આપી છે. રિપોર્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સસ્તા અને નીચી બ્રાન્ડની કંપનીઓના હેન્ડસેટ્સમાં ગ્લાસ, પારો અને કેડમિયમ જેવા નુકસાનકારક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પછી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક અને ઇન્ફર્મેશન ટેકનોલોજી અને BISએ સંયુક્તપણે આ સમસ્યા ઉકેલી શકાય છે.

BIS દ્વારા ટેસ્ટિંગ પછી તમામ મોબાઇલ હેન્ડસેટ્સ બનાવારી કંપનીઓને નવા માપદંડોની સૂચના આપવામાં આવી છે. હવે તમામ કંપનીઓના ઉત્પાદનોની તપાસ રિપોર્ટ પોઝિટિવ આવી છે. કોઇપણ નવો હેન્ટસેટ માર્કેટમાં આવે તે પહેલા BSI તેની તપાસ કરીને પોતાનું ઇ-લેબલ પ્રદાન કરશે.

દૂરસંચાર મંત્રાલય, IT, હેલ્થ અને BISની સંયુક્ત પહેલ હેઠળ, તે નક્કી કરવામાં આવ્યું હતું કે મોબાઇલ હેન્ડ સેટના ઉત્પાદનમાં હાનિકારક તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે મોબાઇલ હેન્ડ સેટ અથવા બેટરી ગરમ થઈ જાય છે એવી ફરિયાદો પ્રાપ્ત થઈ જાય છે, તેમની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યુ કે, ઘણા લોકો જેમના ફોનની SAR નક્કી કરેલી સીમા કરતા વધારે, તે ગુસ્સા અને વધારે બ્લડ પ્રેશરની બિમારીથી પીડિત મળ્યા, આ લોકોના શરીર પર હેન્ડસેટનો હાનિકારક પ્રભાવ પડ્યો હતો.

ગ્રાહકોની સુરક્ષા માટે BISએ હવે હેન્ડસેટથી લઇને બેટરી સુધી ફોનના તમામ પાર્ટ્સનો સુરક્ષા માનકોને તૈયાર કર્યા છે. BISના એક અધિકારી અનુસાર, Samsmung, Apple, BlackBerry, Sony, Micromax, Dell, LG,Canon જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો બનાવનારી 500 કંપનીઓને BIS માં રજિસ્ટ્રેશન કરાવી ચૂકી છે. જેમા માત્ર મોબાઇલ કંપનીઓની વાત કરવામાં આવે તો લગભગ 70 દેશી-વિદેશની કંપનીઓના 550 જેટલા મૉડલનું રજિસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યુ છે. ભલે હેન્ડસેટના નિર્માણ દેશવિદેશમાં થાય, પરંતુ BISના માનકોનું પાલન કરવાનું રહેશે. તમામ કંપની પોતાના હેન્ડસેટના મૉડલ બજારમાં ઉતાર્યા પહેલા BISના લેબમાં મોકલે છે. 

રાખો આ સાવધાની….

– ચેટ માટે ઓછા પાવરવાળા બ્લૂટૂથનો ઉપયોગ.

– લાંબી ચર્ચા કરતાં ઓછી વાત કરો, SMSનો ઉપયોગ કરો.

– હેન્ડફોન અથવા વાયરલેસ ફોન વધુ ફાયદાકારક છે.

– સિગ્નલ ક્વાલિટી સારી ન હોય તો વાત કરવાનું ટાળો.

- શરીરના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેવા કે પેસમેકર, કાનમાં મશીન લાગવવું અથવા તો બ્રેન સર્જરી કરાવી હોય તો 15 સે.મી.ની દૂરીથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરો.

– બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ લાંબી વાતચીતોથી દૂર રહેવું જોઇએ.Recent Story

Popular Story