બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / mobile charging alert woman dies due to electrocution while charging

સાવધાન / ભૂલથી પણ આવી રીતે ન કરતા ફોન ચાર્જ, આ એક દુર્ઘટનાથી પરિવાર થઈ ગયો વેરવિખેર

Pravin

Last Updated: 12:32 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોન આપણી જીંદગીનો મહત્વનો ભાગ છે. મોટા ભાગના લોકો રાતે ચાર્જ કરતા કરતા ફોનનો ઉપયોગ કરતા હોય છે અને ઊંઘ આવી જતાં ફોન ચાર્જિંગમાં મુકીને સુઈ જાય છે. જેથી સવારે બેટરી ફુલ થઈ જાય.

  • ચાર્જમાં મોબાઈલ હોય ત્યારે વાપરવો નહીં
  • આખી રાત ચાર્જિંગમાં મુકવો નહીં
  • બેટરી ફુલ થતાં બ્લાસ્ટ થવાનો રહે છે ખતરો

 

સ્માર્ટફોન આપણી જીંદગીનો મહત્વનો ભાગ છે. મોટા ભાગના લોકો રાતે ચાર્જ કરતા કરતા ફોનનો ઉપયોગ કરતા હોય છે અને ઊંઘ આવી જતાં ફોન ચાર્જિંગમાં મુકીને સુઈ જાય છે. જેથી સવારે બેટરી ફુલ થઈ જાય. જો કે, આવુ કરવા ખતરનાક સાબિત થઈ શકે છે.  ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જ તાજેતરમાં આવી દુર્ઘટના ઘટી છે. સહારનપુરમાં મોબાઈલ ચાર્જ પર લગાવીને કથિત રીતે કરંટ લાગવાથી એક મહિલાનું મોત થઈ ગયું. જ્યારે તેના બે બાળકો દાજી ગયા હતા.

મોબાઈલ ચાર્જ કરતી વખતે કરંટ લાગવાથી મહિલાનું મોત

એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે આ પ્રકારની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, કુંડ ગામની પરિવારમાં રહેતી એક મહિલા અને તેના બે બાળકો ખાટલામાં સુતા સુતા મોબાઈલ જોઈ રહ્યા હતા. આ સમયે મોબાઈલ ચાર્જિંગ પ્લગમાં લગાવેલો હતો. જો કે ઊંઘ આવી જતાં મહિલા સુઈ ગઈ હતી. મોડી રાતે મોબાઈલમાં અથવા ચાર્જરમાં કરંટ લાગ્યો અને તેના કારણે આ દુર્ઘટના થઈ ગઈ.

બૂમો સાંભળી પતિ ઉઠ્યો અને ચોંકી ગયો

આ મહિલાનો પતિ જણાવે છે કે, બૂમો સાંભળીને તે ઉઠ્યો અને જોયું તો, પતિ અને બાળકો બેભાન થયેલા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન મહિલાને મૃત ઘોષિત કરવામાં આવી હતી. જ્યારે બે બાળકોની સારવાર કરવામાં આવી.

આખી રાત ચાર્જિગમાં ન લગાવો ફોન

જો આપ પણ મોબાઈલને આખી રાત ચાર્જિંગમાં લગાવીને છોડી મુકો છો, તો આવું કરવાનું બંધ કરી દેજો. કારણ કે, તેનાથી મોબાઈલની બેટરી ખરાબ થઈ જાય છે. હકીકતમાં જોઈએ તો, વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી મોબાઈલનું ચાર્જ ખતમ થઈ જાય છે. ત્યારે આવા સમયે લોકો આખી રાત મોબાઈલને ચાર્જમાં લગાવીને સુઈ જતાં હોય છે. ઘણી વાર જોવા મળ્યું છે કે, વધારે પડતું ચાર્જ થવાથી મોબાઈલ બ્લાસ્ટ થઈ જાય છે. 

આખી રાત ચાર્જિંગથી ફોન ફાટવાનો ડર

આખી રાત ચાર્જિંગથી મોબાઈલ ફાટવાનો ડર રહે છે. ઓવર ચાર્જિંગ હંમેશા ફોન માટે ખતરનાક સાબિત થાય છે. તેનાથી બેટરીની લાઈફ ઓછી થઈ જાય છે, સાથે જ ફોન પર પણ ખરાબ અસર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Charging mobile charging દુર્ઘટના મોબાઈલ મોબાઈલ ચાર્જીંગ Mobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ