બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભૂલી ગયા કે તમારો કયો મોબાઇલ નંબર આધાર સાથે છે લિંક? તો ટેન્શન છોડો, અપનાવો આ ટ્રિક

તમારા કામનું / ભૂલી ગયા કે તમારો કયો મોબાઇલ નંબર આધાર સાથે છે લિંક? તો ટેન્શન છોડો, અપનાવો આ ટ્રિક

Last Updated: 04:27 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિ પાસે એક કરતા વધુ મોબાઈલ નંબર હોય છે, અને તેને યાદ નથી હોતું કે તેણે કયો નંબર આધાર સાથે લિંક કર્યો હતો. આ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી સરકારી અને ખાનગી સેવાઓ માટે OTPની જરૂર પડે છે, જે ફક્ત આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે.

આજના સમયમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે, જે લગભગ દરેક જગ્યાએ ફરજિયાત બની ગયું છે. તમને ખ્યાલ જ હશે કે આધાર કાર્ડ શાળામાં પ્રવેશથી લઈને ઘર કે મિલકત ખરીદવા સુધી દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. હોટલમાં રૂમ બુક કરાવવા જેવા કામો માટે પણ આધાર જરૂરી છે.ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિ પાસે એક કરતા વધુ મોબાઈલ નંબર હોય છે, અને તેને યાદ નથી હોતું કે તેણે કયો નંબર આધાર સાથે લિંક કર્યો હતો. આ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી સરકારી અને ખાનગી સેવાઓ માટે OTPની જરૂર પડે છે, જે ફક્ત આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે.

Adhar card

આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને તેની સાથે લિંક થયેલ મોબાઈલ નંબર. જ્યારે તમે આધાર કાર્ડ બનાવો છો, ત્યારે મોબાઈલ નંબર દાખલ થાય છે. જો તમે તમારો મોબાઈલ નંબર બદલ્યો છે, તો તેને આધાર કાર્ડમાં અપડેટ કરવું મહત્વપૂર્ણ છે.

adhar-update.jpg

ઘરે બેઠા જાણો ક્યો નંબર લિંક છે

જો તમે પણ ભૂલી ગયા છો કે તમારો કયો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે, તો થોડું પણ ટેન્શન લેવાની જરૂર નથી. UIDAI એ આ જાણવા માટે એક સરળ રીત આપી છે જેના દ્વારા તમે ઘરે બેઠા જ થોડા સમયમાં જ આ જાણી શકો છો.

વધુ વાંચો : બસ રોજના માત્ર આટલા જ રૂપિયાનું સેવિંગ કરો, ને મેળવો રૂ. 17 લાખથી વધુનું ફંડ, Post Office લાવ્યું જોરદાર સ્કીમ

  • UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
  • ત્યારબાદ My Aadhaar વિભાગ પર ક્લિક કરો.
  • હવે Aadhaar Service વિકલ્પ પસંદ કરો.
  • Aadhaar Service માં Verify an Aadhaar Number પર ક્લિક કરો.
  • તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  • Captcha કોડ દાખલ કરો.
  • હવે Proceed to Verify પર ક્લિક કરો.
  • આમ કરવાથી, આધાર સાથે જોડાયેલા તમારા મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ નંબર દેખાશે.
  • જો કોઈ મોબાઈલ નંબર લિંક નથી, તો નંબરો અહીં દેખાશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MobileAadhaarLink Aadhaarcard MobilenumberlinkedwithAadhaarcard
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ