બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / જલ્દી કરો! ખુલી ગયો MobiKwikનો IPO, ફાયદાના સંકેત, પરંતુ રોકાણ કરતા પહેલા આટલું નોટ કરી લેજો
Last Updated: 12:17 PM, 11 December 2024
ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની વન મોબિકવિક સિસ્ટમ (One Mobikwik Systems)નો IPO આજે ભારતીય પ્રાઇમરી માર્કેટમાં લૉન્ચ થઈ ગયો છે. પબ્લિક ઈશ્યુ માટે બિડિંગ 13 ડિસેમ્બરે એટલે કે આજે સવારે 10 વાગ્યાથી શરૂ થયું છે અને તે આવતીકાલ એટલે કે 13 ડિસેમ્બરના રોજ સાંજના 5 વાગ્યા સુધી બિડિંગ માટે ખુલ્લુ રહેશે. ફિનટેક કંપનીએ મોબિકવિક (Mobikwik) IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 265 થી રૂ. 279 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે. કંપનીએ જાહેર ઓફરમાંથી 572 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરવાના લક્ષ્ય સાથે આ IPO ખુલ્લો મૂક્યો છે. રિપોર્ટ અનુસાર IPO ખુલ્લો મૂકયો તે પહેલા જ MobiKwikના શેરનું ગ્રે માર્કેટ માટે પ્રીમિયમ લગભગ 130 રૂપિયા હતું, જે ઇસ્યુના ભાવ પર 45% પ્રીમિયમ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
ADVERTISEMENT
પ્રાઇસ બેન્ડ 265-279 રૂ/ શેર
ADVERTISEMENT
કંપનીએ તેના IPO માટે શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂપિયા 265 થી 279 નક્કી કરી છે. આ IPO રૂ. 572.00 કરોડનો બુક-બિલ્ટ ઇશ્યુ છે. જેમાં 2.05 કરોડ ઇક્વિટી શેરના તાજા ઇશ્યુનો સમાવેશ થાય છે.
વધુ વાંચો: વિશાલ મેગા માર્ટ IPOમાં રોકાણ કરવાનો છે પ્લાનિંગ? તો થશે ફાયદો કે નુકસાન! જાણી લેજો
18 ડિસેમ્બરે થઈ શકે છે લિસ્ટિંગ
બિડર્સ લોટમાં અરજી કરી શકે છે અને પબ્લિક ઇશ્યૂના એક લોટમાં કંપનીના 53 શેરનો સમાવેશ થાય છે.(Mobikwik) મોબિકવિક IPOનું લિસ્ટિંગ 18મી ડિસેમ્બરે થઈ શકે છે. લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ( Link Intime India Private Limited) આ પબ્લિક ઓફરના સત્તાવાર રજિસ્ટ્રાર છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT