બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mlas of this big party did not reach his own wedding promised this when fir registered

વિચિત્ર ઘટના / પોતાના જ લગ્નમાં સમયસર ન પહોચ્યા ધારાસભ્ય, દુલ્હને પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR

Pravin

Last Updated: 11:38 AM, 19 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશામાં બીજૂ જનતા દળના ધારાસભ્ય વિજય શંકર દાસ પોતાના જ લગ્નમાં મોડા પહોંચવા પર શનિવારે તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

  • ઓડિશામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
  • પોતાના જ લગ્નમાં ધારાસભ્ય ન પહોંચ્યા
  • મહિલાએ ધારાસભ્ય વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી

ઓડિશામાં બીજૂ જનતા દળના ધારાસભ્ય વિજય શંકર દાસ પોતાના જ લગ્નમાં મોડા પહોંચવા પર શનિવારે તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસે આ પ્રકારની જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર તિરતોલના ધારાસભ્ય દાસ (30) વિરુદ્ધ જગતસિંહપુર સદર પોલીસ સ્ટેશનમાં એક મહિલાની ફરિયાદના આધારે પર FIR નોંધવામાં આવી છે. 

મહિલાએ ધારાસભ્ય પર લગાવ્યો આરોપ

મહિલાએ ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે કે, વચન આપ્યા બાદ તેઓ શુક્રવારે લગ્ન નોંધણી કાર્યાલયમાં સમયસર આવ્યા નહોતા. જગતસિંહપુર પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રવાસ સાહૂના જણાવ્યા અનુસાર આરોપી ધારાસભ્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 

નિશ્ચિત તારીખે લગ્ન નોંધણી કાર્યાલયે ન પહોંચ્યા ધારાસભ્ય

ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહિલા અને ધારાસભ્યએ 17 મેના રોજ લગ્ન નોંધણી કાર્યાલયમાં અરજી કરી હતી, જો કે, મહિલાએ પોતાના પરિવાર સાથે 30 દિવસના નિર્ધારિત સમય બાદ શુક્રવારે લગ્નના ઔપચારિકતા પુરી કરવા માટે પહોંચી હતી. પણ ધારાસભ્ય વિજય શંકર દાસ આવ્યા નહોતા.

ધારાસભ્યએ કહ્યું હતું કે, તેમણે મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી નથી અને તે 60 દિવસની અંદર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, લગ્નના રજીસ્ટ્રેશન માટે 60 દિવસનો સમય બાકી છે.એટલા માટે હું નથી આવ્યો. તેણે મને ઓફિસે આવવાનું છે, તેવી કોઈ જાણ કરી નહોતી. મહિલાએ દાવો કર્યો છે કે, તે ત્રણ વર્ષથી દાસ સાથે સંબંધ ધરાવે છે. અને નિશ્ચિત તારીખે લગ્ન કરવાનું વચન પણ આપેલું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પણ દુર્ભાગ્યથી તેમના ભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ મને ધમકી આપી રાખી છે. તેમણે પોતાનું વચન નિભાવ્યુ નથી. અને મારા ફોનનો પણ જવાબ આપતા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Wedding odisha odisha mla ઓડિશા દુલ્હન ધારાસભ્ય પોલીસ લગ્ન નોંધણી કાર્યાલ Odisha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ