બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'આવાં તત્વોને તો એન્કાઉન્ટરમાં જ...', ગુજરાતમાં દુષ્કર્મની વધતી ઘટનાને લઈ રોષે ભરાયા MLA શૈલેષ મહેતા
Last Updated: 08:00 PM, 11 October 2024
વડોદરામાં દુષ્કર્મની વધતી ઘટનાને લઈ ભારે રોષ જોવા રહ્યો છે. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ આરોપીઓનો એન્કાઉન્ટર કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, પરપ્રાંતીયો જ આપણી દીકરીઓ પર દુષ્કર્મ કરી રહ્યા છે. સરકારે આ બાબતે પોલીસની પડખે રહેવું જોઈએ
ADVERTISEMENT
'પરપ્રાંતીયો જ આપણી દીકરીઓ પર કરી રહ્યા છે દુષ્કર્મ'
ADVERTISEMENT
ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે, અત્યારે દુષ્કર્મ અને હત્યાચારની ઘટનાઓ વધી રહી છે ત્યારે અહીં લોકોએ ગરબામાં પોસ્ટરો બતાવી ગરબા રમી જાગૃત્તિ લાવવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં કહ્યું કે, દુષ્કર્મની ત્રણ ઘટનાઓ બની છે ત્યારે જે ત્રણેય ઘટનાઓમાં પરપ્રાંતિયો દેખાઈ આવ્યા છે. ત્યારે જેની સામે જાગૃત્તિ લાવવી પડે તેમજ પોલીસની ધાક પણ હોવી જોઈએ. અત્યારે લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે, દીકરીને બહાર મોકલતા પહેલા લોકોને ડર લાગવા લાગ્યો છે તેવો ગુજરાતમાં પહેલીવાર માહોલ બન્યો છે.
આ પણ વાંચો: વડોદરામાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો ભોગ: મિત્રતાની આડમાં વાજીદ દિવાને આચર્યું દુષ્કર્મ, કરી ધરપકડ
'..એન્કાઉન્ટરમાં જ ખલ્લાસ કરી દેવા જોઈએ'
શૈલેષ મહેતાએ કહ્યું આ પરિસ્થિતિ વચ્ચે મારૂ અંગત માનવું છે કે, એવા તત્વોને એન્કાઉન્ટરમાં જ ખલ્લાસ કરી દેવા જોઈએ. સુરતમાં જેમ પોલીસથી ડરીને એક આરોપીને હાર્ટ એટેક આવી ગયો હતો, તેવી પોલીસની ધાક હોવી જ જોઈએ. વધુમાં ઉમેર્યું કે, આપણે પોલીસની કામગીરીને પણ બિરદાવવી પડે કે, 48 કલાકમાં જ આરોપીને પકડી લીધા. સરકારને વિનંતી કરતા ધારાસભ્યએ કહ્યું કે, પોલીસને પૂરેપૂરી છૂટ આપવી જોઈએ. તેમજ હત્યાચારી અને દુષ્કર્મીઓને એન્કાઉન્ટરમાં સાફ કરવા જોઈએ તેવું મારૂ અંગત માનવું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.