VIDEO:શિક્ષણમંત્રી પાસે ફી બાબતે રજૂઆત કરવા આવેલી વિદ્યાર્થિનીને BJPના MLAએ અટકાવી

By : kavan 09:24 AM, 12 January 2018 | Updated : 09:32 AM, 12 January 2018
સુરતમાં શિક્ષણમંત્રી પાસે સ્કૂલ ફી બાબતે હેરાન થતી વિદ્યાર્થીની ફરિયાદ લઈને પહોંચી ગઈ હતી.ભાજપના ધારાસભ્યો સંગીતા પાટીલ અને ઝંખના પટેલે શિક્ષણમંત્રીને વિદ્યાર્થીનીને મળતા અટકાવી હતી.

મીડિયાકર્મીઓએ પૂછતાં બંને મહિલા ધારાસભ્યો ભડકયા હતાં. ધારાસભ્ય ઝંખના પટેલે શાળાનો બચાવ કર્યો હતો. શાળામાં વિદ્યાર્થિનીને ફી અંગે હેરાન કરતી હોવાની વાતનો ઉલ્લેખ સામે આવ્યો હતો.  

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સુરતની મુલાકાતે ગયા હતા જ્યાં એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી ત્યારે ગુજરાતની શાળાઓમાં થતી ફી બાબતે હેરાનગતિને લઇને સુરતની એક જાણીતી શાળાની વિદ્યાર્થીની રાજ્યના શિક્ષણમંત્રીને રજૂઆત કરવા ધસી જતાં સુરતના ભાજપના ધારાસભ્ય ઝંખના પટેલ અને સંગીતા પટેલે તેને અટકાવી હતી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા દેવાઇ નહોતી. 

આપને જણાવી દઇએ કે ગુજરાતના શિક્ષણ માળખામાં જોવા મળતી અઢળક ફી બાબતે ગુજરાતના વાલીમંડળ દ્વારા વિરોધ કરવામાં આવેલ છે અને આજે સમગ્ર રાજ્યની શાળાઓમાં શિક્ષણ બંધનું એલાન આપવામાં આવેલ છે. તેમ છતાં કેટલીક શાળાઓ અને વાલીઓ આ બંધમાં જોડાયા નથી અને શાળાઓ રાબેતાં મુજબ ચાલુ રહી છે.
 Recent Story

Popular Story