બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Kirit Patels letter to CM demanding holding of Gram Panchayat elections

પાટણ / ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાની માંગ સાથે ધારાસભ્ય કિરીટ પટેલનો CMને પત્ર, જુઓ કયા મુદ્દાને ટાંકી કરી રજુઆત!

Mahadev Dave

Last Updated: 08:04 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આશરે એક વર્ષ જેટલા સમયગાળાથી યોજાઈ નથી. જ્યા વહીવટદાર તરીકે તલાટીઓને મુક્યા છે જેને અન્ય ગામોનો વધારાનો ચાર્જ હોવાથી ગ્રામજનો વહીવટી કામોમા મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ચૂંટણી યોજવા અંગે CMને રજૂઆત કરી છે.

  • ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા ઉઠી માગ
  • પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે CMને કરી રજૂઆત
  • તલાટીની ઘટ હોવાથી પડી રહી છે મુશ્કેલી"

ગુજરાત રાજ્યમાં બાકી ગ્રામ પંચાયતની ચૂંટણી તાત્કાલીક યોજવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત કરી છે. લાંબા સમયથી વહીવટદારો ન હોવાથી ગ્રામ પંચાયતનો વિકાસ અટકી રહ્યો છે. જેને પગલે આ  દિશામાં તાત્કાલિક વિચારણા કરી ચૂંટણી જાહેર કરવામા આવે તેવી ધારાસભ્યએ માંગ ઉઠાવી છે.

તલાટીઓને 7 થી 10 ગામોનો ચાર્જ દેવાયો હોવાથી કામનો બોજો વધી રહ્યો છે
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલએ CMને પત્ર લખી જણાવ્યું કે ગામોના વહીવટની જવાબદારી સંભાળતા તલાટીઓને 8 થી 10 ગામોનો ચાર્જ દેવાયો હોવાથી કામનો બોજો વધી રહ્યો છે. પરીણામે તે કોઈપણ કામમાં પૂરતો ન્યાય આપી શકતા નથી. બીજી તરફ વહીવટદારોની ઘટના પરિણામ વહીવટમાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે તો રાજ્યમાં તલાટીઓની ઘટનો મુદ્દો પણ રજુઆતમાં ટાંકવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું કે તલાટીઓની પણ ઘટ હોવાથી ગામના જરૂરી કામો વેગવંતા બની શકતા નથી અને કામના માર્ગમાં અનેક અડચણો આવી રહી છે. જેથી તાત્કાલીક ચૂંટણી યોજવી આવશક્ય બની છે. શા માટે ચૂંટણી યોજાઈ નથી તેવા અનેક મુદાઓનો ઉલ્લેખ કરાયો છે.

ગ્રામ પંચાયતમાં વહીવટમાં પડી રહી છે મુશ્કેલી
ઉલ્લેખનીય 3 હજારથી પણ વધુ ગામોમાં લાંબા સમયથી ચૂંટણી યોજાઈ નથી. એપ્રિલ માસમાં ચૂંટણી યોજાવાની હતી પરંતુ અનામતની માંગ ઉઠતા મુદ્દો ઘોંચમા પડી ગયો છે જે ગૂંચ હજુ ઉકેલાઇ ન હોવાથી ચૂંટણી અટકી પડી છે. આપને જણાવી દઈએ કે 19 એપ્રિલ 2022 ના રોજ રાજ્ય ચૂંટણી પંચે પરિપત્ર જાહેર કરી જણાવ્યું હતું કે એપ્રિલ અને જૂનમા જે ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ હતી ત્યાં વહીવટદાર નિમવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા અનામત રદ કરવાનો આદેશ કરાયો હતો. જેને પગલે ચૂંટણી પંચે પણ કલેક્ટને પત્ર લખ્યો હતો અને 10 ઓબીસી બેઠકને સમાન્યમાં પરિવર્તિત કરવાનું જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

MLA Patan કિરીટ પટેલ ગ્રામ પંચાયત ધારાસભ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વહીવટદાર patan MLA Kirit Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ