આરોપ / સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મહાનગર પાલિકા પર કર્યા ગંભીર આક્ષેપ

સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મહાનગર પાલિકા પર ગંભીર આક્ષેપ કર્યા છે.. મહાનગરપાલિકાના અધિકારીઓએ પર ભાજપના ધારાસભ્યે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. શહેરમાં મુકવામાં આવેલી કચરા પેટી પર ધારાસભ્યે કૌભાંડ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, તંત્ર દ્વારા નવી કચરાપેટી ખરીદવામાં કૌભાંડ કરવામાં આવ્યુ છે.. શહેરમાં ઠેર-ઠેર કચરાપેટી ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. તંત્ર દ્વારા જે એજન્સીને કોન્ટ્રાક્ટ આફવામાં આવે છે, તે એજન્સી દ્વારા મેઈન્ટનેસ કરવામાં આવતુ નથી. એજન્સી દ્વારા હલકી ગુણવત્તાની પેટીઓ મુકવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય ભાજપની જ મહાનગરપાલિકાના સત્તાધીશો પર કૌભાંડ કર્યા હોવાના આરોપ લગાવ્યા છે. મનપામાં ભ્રષ્ટાચારની ધારાસભ્યે પોલ ખોલી છે..

બ્રેકિંગ ન્યૂઝ