Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મિઝોરમમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી MNFનો ભવ્ય વિજય મુખ્યમંત્રી પણ હાર્યા

મિઝોરમમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી MNFનો ભવ્ય વિજય  મુખ્યમંત્રી પણ હાર્યા
આઇઝોલઃ મિઝોરમ વિધાનસબા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. MNF જબરદસ્ત બહુમતી સાથે સરકાર બનાવવા જઇ રહી છે. કોંગ્રેસના મુખ્યમંત્રી પી. લલથનહવલા ચંફાઇ સાઉથ અને સેરછિપ બન્ને બેઠકો પરથી ચૂંટણી હારી ગયા છે. 10 વર્ષ બાદ MNF ફરીથી રાજ્યની સત્તા સંભાળવા જઇ રહ્યું છે.

જો કે  MNF 26 બેઠકો પરથી આગળ રહી હતી. કોંગ્રેસ 5 બેઠકો પર આગળ રહ્યુ જ્યારે ભાજપ 1 બેઠક પર અને અન્ય 8 બેઠકો પર આગળ હતું. મહત્વનું છે કે 40 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી.

મહત્વનું છે કે MNF બહુમતીના આંકડાઓને પણ પાર કરી ગયું છે. મિઝોરમમાં અત્યાર સુધીમાં બે મુખ્યમંત્રી થયા છે.

આ વચ્ચે MNF પ્રેઝિડેન્ટ ઝોરમ થંગાએ કહ્યું અમારી ભાજપ સાથે અથવા કોઇ અન્ય સ્થિતિમાં ગઠબંધન સરકાર નહીં હોય કારણ કે અમારી પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવવામાં સક્ષમ છે. અમે 40માંથી 26 બેઠકો પર જીત દાખલ કરી છે.
  ઝોરમમાં વિધાનસભા માટે 28 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં લગભગ 80.5 ટકા મતદાન થયું હતું. 

જણાવી દઇએ કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે મિઝો નેશનલ ફ્રંટના ખાતામાં 5 અને મિઝોરમ પીપુલ્સ કોન્ફ્રેસમાં 1 સીટ આવી હતી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ