પૂર્વોત્તરમાં કોંગ્રેસનો છેલ્લો ગઢ પડતો નજર આવી રહ્યો છે. અહીંયા 10 વર્ષથી સત્તા પર કબ્જો જમાયેલ કોંગ્રેસને જનતાએ બહારનો રસ્તો દેખાડી દીધો છે. લાલ થનહવલા ચંપઇ દક્ષિણ સીટ અને સર્છિપ સીટથી ચૂંટણી હારી ગયા. મિઝોરમમાં વિપક્ષી ગઠબંધન એમએનએફ 29 સીટોથી આગળ ચાલી રહી છે. મિઝો નેશનલ ફ્રંટના 5 કેન્ડિડેટ ચૂંટણી જીતી ચુક્યા છે.
અહીંયા સરકાર બનાવવા માટે 21 સીટો જોઇએ. 2013માં 34 સીટો જીતનારી કોંગ્રેસ આ વખત અત્યાર સુધી 5 સીટોમાં વધારો કર્યો છે. અન્ય દળોના કેન્ડિડેટ 5 સીટો પર આગળ ચાલી રહ્યા છે જ્યારે ભાજપનો એક કેન્ડિડેટ આગળ ચાલી રહ્યો છે.
મિઝોરમમાં વિધાનસભા માટે 28 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં લગભગ 80.5 ટકા મતદાન થયું હતું.
જણાવી દઇએ કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે મિઝો નેશનલ ફ્રંટના ખાતામાં 5 અને મિઝોરમ પીપુલ્સ કોન્ફ્રેસમાં 1 સીટ આવી હતી. મિઝોરમમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ પ્રચાર કર્યો છે. મિઝોરમમાં શું આપ્યું વચન?