બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mizoram-Assam dispute, CM Hemant Biswa orders

સીમા વિવાદ / અસમના મુખ્યમંત્રીએ દેખાડી ઉદારતા, મિઝોરમ સાથેના વિવાદની વચ્ચે લીધો આ મોટો નિર્ણય

Hiralal

Last Updated: 02:27 PM, 2 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા સામે પણ મિઝોરમ પોલીસે FIR કરી છે.

  • મિઝોરમ-અસમ સીમા વિવાદ
  • મિઝોરમના સાંસદ સામે થયેલી FIR પાછી લેવાશે
  • CM હેમંત બિસ્વાએ લીધો મહત્વનો નિર્ણય

અસમ-મિઝોરમ બોર્ડર પર સીમા વિવાદને લઈને થયેલી હિંસામાં અસમ પોલીસના 5 જવાન અને એક સ્થાનિકે જીવ ખોવાનો વારો આવ્યો હતો જ્યારે હિંસક ઝડપમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અસમ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પછી બંને રાજ્યોએ એક બીજાને આ વિવાદ માટે જવાબદાર ગણાવ્યા છે. સાથે જ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સામે કેસ પણ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા સામે પણ મિઝોરમ પોલીસે FIR કરી છે. પણ આ વચ્ચે સરમાએ મહત્વનો નિર્ણય કર્યો છે. 

મિઝોરમના સાંસદ સામે થયેલી FIR પાછી લેવાશે: CM હેમંત બિસ્વા સરમા

અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ મિઝોરમના સાંસદ વનલાલવેના સામે તેમના રાજ્ય અસમમાં થયેલી FIRને પાછી લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે ટ્વિટ કરી આ મામલે જાણકારી આપી છે. તેમજ કહ્યું છે કે પોલીસને મિઝોરમના સાંસદ વનલાલવેના સામે થયેલી  FIRને પાછી લેવાનો આદેશ આપ્યો છે. પણ અન્ય પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલા કેસોમાં આગળની કાર્યવાહી ચાલુ રહેશે તેવી જાણકારી પણ આપી છે. મિઝોરમના રાજ્ય સભા સાંસદ વનલાલવેના પર પોલીસે 26 જુલાઇના રોજ રાજ્યની સીમા પર થયેલી હિંસા પછી FIR નોંધી હતી. સીએમ બિસ્વાએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે મિઝોરમના સીએમ તરફથી સીમા વિવાદનો અંત લાવવાની વાત કરવામાં આવી છે. અસમ સરકાર પણ વિવાદનો અંત ઈચ્છે છે. જેથી પૂર્વોતરની છાપ સારી બની રહે, અને સીમાઓ પર શાંતિ જળવાય.

 

સીમા વિવાદની 'સીમા' ક્યારે?

કોલાસિબ જિલ્લાના વૈરાંગે નગરમાં ફાટી નીકળેલી હિંસા મામલે મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા સહિત ઘણાબધા સિનિયર પોલીસ ઓફિસરો સામે મિઝોરમ સરકારે ફરિયાદો નોંધી છે. જો કે બંને રાજ્યો હવે આ મુદ્દાને શાંતિથી ઉકેલ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી પણ એક બાદ એક પહેલ કરવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

AASAM Boundary Controversy Mizoram border cm hemntabiswa અસમ મિઝોરમ સીમા વિવાદ Mizoram-Assam dispute
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ