આ કુંડમાં ન્હાવાથી નેત્રહીન લોકોની પાછી આવે છે આંખોની રોશની

By : krupamehta 02:54 PM, 06 December 2018 | Updated : 02:54 PM, 06 December 2018
દુનિયાને જોવા માટે આંખો હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે વ્યક્તિની આંકો છે જે એ સુંદર દુનિયાને જોઇ શકે છે. આંખો વગર બધું કાળું નજરે આવે છે. પરંતુ ઘણી વખત આંખોમાં એવી પરેશાની થઇ જાય છે કે દેખાતું બંધ થઇ જાય છે અથવા કેટલાકને બાળપણથી  આંખો હોતી નથી. પરંતુ જે લોકોની આંખોની રોશની જતી રહી છે એ પાછી આવી શકે છે. 

જી હાં તમે કદાચ વિશ્વાસ ના કરો પરંતુ આ સત્ય છે. વાસ્તવમાં, તમારે એના માટે વધારે કંઇ કરવાનું નથી. પરંતુ આ કુંડમાં ન્હાવાનું છે જેનાથી તમારી આંખઓની રોશની પાછી આવી શકે છે. ઘણા બધા લોકોને અહીંયા આવીને બીમારીઓથી રાહત મળે છે. 

રાજસ્થાનના જોધપુરના મસૂરિયા નામના સ્થળની પાસે લોક દેવતા રામદેવ બાબાનું મંદિર છે. તમને જણાવી દઇએ કે આ મંગિરની વચ્ચે એક કુંડ બનાવેલો છે. ઘણા વર્ષો પહેલાથી લોકોની માન્યતા છે કે એમાં ડુબકી લગાવવી જ નેત્રહીન લોકોની આંખો ઠીક થઇ જાય છે. 

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે આ કુંડમાં ન્હાવાથી તમામ બીમારીઓ ઠીક થઇ જાય છે સાથે જ એમની પરથી ખરાબ આત્માનો પડછાયો પણ હટી જાય છે. આ કુંડમાં વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીંયા લાખો લોકો પોતાની બીમારીની સારવાર માટે આવે છે. 

આ કુંડનું પાણી પણ લોકો બોટલમાં ભરીને લઇ જાય છે. કારણ કે કોઇ પણ પ્રકારની સમસ્યા થવા પર આ ચમત્કારી પાણીથી એ સમસ્યાને દૂર કરી શકે. Recent Story

Popular Story