છબરડાં / કોરોનાના આંકડઓમાં રમત રમી રહી છે સરકાર ? પહેલા તો બ્રિફિંગ બંધ કર્યું અને હવે પ્રેસનોટમાં પણ છબરડાં

છેલ્લા 15 દિવસથી રાજ્યમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજ્ય સરકાર કોરોના દર્દીઓના આંકડાઓની રમત રમી રહી છે અથવા છુપાવી રહી છે. કોરોનાની મહામારીએ ગુજરાતમાં પગપેસારો કર્યા તેના પહેલાં દિવસથી હોશે હોશે પત્રકાર પરિષદ સંબોધતા આરોગ્ય સચિવ જયંતિ રવિએ છેલ્લા ત્રણ દિવસથી મીડિયા બ્રિફિંગ કરવાનું બંધ કરી દીધું છે. અધૂરામાં પુરૂ સરકાર દ્વારા મીડિયાને હવે આજથી પ્રેસનોટ પણ એવી મોકલવામાં આવી છે કે જે વાંચવામાં ખુદ આરોગ્યના અધિકારીઓ જ ગોથા ખાઈ જાય તેમ છે. સરકારે પ્રેસનોટમાં સ્પષ્ટ દેખાતાં જિલ્લા મુજબ વિસ્તારપૂર્વક આંકડાઓનું કોષ્ટક જ આપવાનું બંધ કરી દીધું છે. જે પ્રેસનોટને જોતાં અને સમજતા પહેલાં 5 મિનિટ લાગતી હતી તેને હવે એવી જટિલ અખબારી યાદી બનાવી દીધી છે જાણે તમારે કોયડા ઉકેલવાના હોય. હવે પ્રેસનોટમાં વાક્યોમાં આંકડા લખી એટલી જટિલ પ્રેસનોટ આપી છે કે મીડિયા કે પ્રજા ટોટલ કરવામાં ગૂંચવાય અથવા તો તાળો મેળવી ન શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ