બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Extra / તમારા કામનું / એક ભૂલ જિંદગીભર યાદ રહેશે! લોન લેતા સમયે આ 5 વસ્તુનું રાખો ખાસ ધ્યાન
Last Updated: 07:16 PM, 7 September 2024
બેંક દ્વારા અનેક પ્રકારની લોન આપવામાં આવે છે, જેમાંથી એક પર્સનલ લોન છે. બેંકો અથવા ફાઇનેંશિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવતી પર્સનલ લોન માટે તમારે કોઈ સિક્યોરિટી અથવા કોલેટરલની જરૂર નથી. આ ઉપરાંત તમે તમારી જરૂરિયાત મુજબ લોનમાં લીધેલા પૈસાનો ઉપયોગ કરી શકો છો અને આ માટે કોઈ પણ પ્રકારનું પ્રતિબંધ નથી. જો કે આ લોન ત્યારે જ લેવી વધુ સારું છે જ્યારે તમને ખરેખર તેની જરૂર હોય અને તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય. તેનું એક મુખ્ય કારણ પર્સનલ લોન પર વસૂલવામાં આવતા ઊંચા વ્યાજ દરો છે.
ADVERTISEMENT
ભલે પર્સનલ લોન ઘણી બધી જરૂરિયાતો પૂરી કરી શકે, પરંતુ તેના પર વસૂલવામાં આવતું વ્યાજ તમારા ખિસ્સા પર ભારે બોજ નાખી શકે છે. તમે પર્સનલ લોન લેતી વખતે કેટલીક ભૂલો કરો અથવા અમુક બાબતો પર ધ્યાન ન આપો તો આનાથી વધુ મોઘી પડી શકે છે. આજે અમે તમને એવી 5 બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અવગણવી તમારા માટે ભારે પડી શકે છે.
ADVERTISEMENT
CIBIL સ્કોર તપાસવો જરૂરી
લોન લેતા પહેલા CIBIL સ્કોર ચેક કરવો જરૂરી છે. સારા CIBIL સ્કોર નહી હોવા પર લોન મળતી નથી. જો કોઈ લોન આપવાનો દાવો કરે તો તે છેતરપિંડી પણ હોઈ શકે છે. કોઈપણ બ્રોકર પાસેથી લોન લેવાને બદલે એકવાર બેંકમાં જાઓ અને ત્યાં પર્સનલ લોન વિશે માહિતી મેળવો.
વ્યાજ દર અગાઉથી જાણો
ઘણીવાર પર્સનલ લોન લેવાની ઉતાવળમાં લોકો તેના પર કેટલું વ્યાજ વસૂલવામાં આવે છે તેના પર ધ્યાન આપતા નથી, જેના કારણે તેમને પાછળથી પસ્તાવા સિવાય કંઈ મળતું નથી. તેથી એ જરૂરી છે કે તમે જે બેંક અથવા ફાઇનાન્શિયલ કંપની પાસેથી પર્સનલ લોન લઈ રહ્યા છો, તેમાંથી તમે જાણો છો કે પર્સનલ લોનની સાથે કેટલું વ્યાજ ચુકવવું પડશે.
માસિક EMI જાણો
પર્સનલ લોન લેતા પહેલા ખાતરી કરો કે તમે લોનની રકમ ચૂકવવા માટે સક્ષમ હશો અને તેને ચૂકવવા માટે તમે માસિક EMI ચૂકવી શકશો કે નહીં. તેથી પ્રથમ વ્યક્તિગત લોનની માસિક EMI જાણો.
આ પણ વાંચોઃબૉલીવુડના દિગ્ગજોએ રંગેચંગે ગણપતિ દાદાની કરી પધરામણી, જુઓ ઉજવણીની શાનદાર તસવીરો
વધુ સમયની લોન, વધુ ચુકવણી
ઘણી વાર આપણે લાંબા સમય સુધી નાણાં ચૂકવવાનું વિચારીએ છીએ, જેથી આપણે થોડી રકમ આરામથી પરત કરી શકીએ, ભલે તેમાં ઘણા વર્ષો લાગે. જો કે આવા નિર્ણયથી તમારા ખિસ્સા પર બોજ પડે છે. જાણતા-અજાણતા તમે વધુ પૈસા આપી રહ્યા છો. જો તમે લાંબા સમયગાળામાં ઓછી રકમ ચૂકવો છો, તો ગણતરી કર્યા પછી તમે જાતે જાણી શકશો કે તમે વ્યાજ સાથે કેટલી રકમ ચૂકવી છે.
માહિતી છુપાવવાથી લોન અસ્વીકાર થઈ શકે છે
જો તમે પર્સનલ લોન લેવા માંગો છો, પરંતુ જ્યારે બેંક તમારી પાસેથી કેટલીક વિગતો માંગી રહી છે, જો તમે તેને છુપાવો છો તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે. જો તમે ક્યાંકથી લોન લીધી હોય અથવા કોઈ કારણસર પૈસા અટવાઈ ગયા હોય અને બેંકને હાલની દેવાદારી વિશે ખબર પડે, તો તેઓ તમારી વ્યક્તિગત લોનને પણ નકારી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.