બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

અનોખો શૈક્ષણિક કાર્યક્રમ / સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

Last Updated: 11:28 PM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ

વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે  ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ કરી રહ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને JEE અને NEETના અભ્યાસાર્થીઓ માટે શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કોર્સ સંબંધિત ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ સામાન્ય વિદ્યાર્થી પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ શાળાના પટાંગણમાં જ આપવામાં આવશે. આ કાર્યક્રમની રૂપરેખા નીચે પ્રમાણે છે.

WhatsApp Image 2024-11-12 at 22.55.04

‘મિશન કામયાબ’નો દૈનિક 6 કલાકનો કાર્યક્રમ: આ કાર્યક્રમમાં દરેક ધારા માટે જરૂરી મુખ્ય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે: NEET માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બાયોલોજી અને JEE માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ઉપરાંત બોર્ડની આવશ્યકતા મુજબ અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વૈકલ્પિક કોર્સની પણ પસંદગી મળે છે. આનંદ કુમારે આ સમગ્ર કાર્યક્રમમાં અંગત રસ લઈ ફેકલ્ટીની પસંદગી, તાલીમ અને અભ્યાસક્રમના વિકાસમાં વિશેષ દેખરેખ રાખી છે. આ ઉપરાંત તેઓ સતત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને માર્ગદર્શન આપે છે, જેથી દરેક યોગ્ય વિદ્યાર્થી સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરી સફળતા મેળવી શકે.

MKAT સ્કોલરશીપ કાર્યક્રમ: આ કાર્યક્રમ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવે છે. આ યોજના અંતર્ગત ટોચના 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધી ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ JEE અને NEET માટે ફક્ત 120 બેઠકો રાખવામાં આવી છે. આ યોજનામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક કક્ષાની પરીક્ષા આપવી પડશે. આ કાર્યક્રમનું આયોજન વિશેષરૂપે કક્ષા ૧૦ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.

મિશન કામયાબની વિશિષ્ટતાઓ: આ પ્રોગ્રામમાં અદ્યતન સુવિધાઓ સાથે સંકલ્પબદ્ધ ફેકલ્ટી તેમજ ડે-બોર્ડર્સ માટે સાંજના અભ્યાસસત્રો સામેલ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયાનો એક અનોખો અનુભવ મેળવી આપશે. આનંદ કુમારે આ કાર્યક્રમના અનાવરણમાં જણાવ્યું કે , “અમારું લક્ષ્ય એક જ છે કે કોઈપણ લાયક ઉમેદવાર આર્થિક અડચણોના કારણે અભ્યાસમાં પાછળ ના રહે. દરેક વિદ્યાર્થીને સફળતા સુધી પહોંચવા માટે સમાન તક મળે એ જ અમારો મુખ્ય હેતુ છે.

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

G D Goenka international school Surat Mr. Anand Kumar Super 30
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ