એશિયા કપ 2023 માં વિજય નોંધાવ્યા પછી ભારતીય ટીમ હવે વર્લ્ડ કપ 2023 ની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે અને તેના બાદ આ ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ રમશે
શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો
ભારતીય ટીમ હવે વર્લ્ડ કપ 2023 ની તૈયારી માટે આ સિરીઝ રમશે
આ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ રમશે
શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકા તરફથી મળેલો ઈઝી ટાર્ગેટ પૂરો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. 5 વર્ષ બાદ ભારત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે છેલ્લે 2018મા ભારતે એશિયા કપ જીત્યો હતો.
Well played Team India!
Congratulations on winning the Asia Cup. Our players have shown remarkable skill through the tournament. https://t.co/7uLEGQSXey
ભારતીય ટીમ હવે વર્લ્ડ કપ 2023 ની તૈયારી માટે આ સિરીઝ રમશે
એશિયા કપ 2023 માં વિજય નોંધાવ્યા પછી ભારતીય ટીમ હવે વર્લ્ડ કપ 2023 ની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝ ઘણી રોમાંચક બનશે, જેમાં ઘણા ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે.
આ વર્ષની શરૂઆતમાં તેમના છેલ્લા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ચાર મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-2થી ગુમાવી હતી પણ ODI સીરિઝ 2-1થી જીતી હતી. ભારત 5 ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે 2023 વર્લ્ડ કપની યજમાની કરશે, તેથી આ સીરિઝ બંને ટીમને મદદરૂપ બનશે.
𝘾𝙃𝘼𝙈𝙋𝙄𝙊𝙉𝙎 🏆
India storm to victory in the #AsiaCup2023 Final against Sri Lanka 🔥
ઓસ્ટ્રેલિયા સામેની આ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ રમશે. જ્યાં લીગ તબક્કામાં કુલ 9 મેચ રમવાની છે. નોંધનીય છે કે આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે.
10 સ્થળો, 48 મેચ, 45 દિવસ
વર્લ્ડ કપ 2023 માટે આ વખતે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.પહેલી સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19 નવેમ્બરે યોજાશે જ્યારે 20 નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ રહેશે.
ટીમમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે
ભારત સહિત અન્ય તમામ 10 દેશોની ટીમોમાં હજુ ફેરફારનો અવકાશ છે. જો કોઈ દેશ તેની જાહેર કરાયેલી ટીમમાં ફેરફાર કરવા માંગે છે, તો તે ICCની પરવાનગી વિના 28 સપ્ટેમ્બર સુધી ફેરફાર કરી શકે છે. પરંતુ 28 સપ્ટેમ્બર સુધીમાં તેણે અંતિમ 15 સભ્યોની ટીમ જણાવવી પડશે. આ પછી ICCની મંજૂરી પછી જ ફેરફારો કરી શકાય છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે
આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે કે ભારત એકલા જ વનડે વર્લ્ડ કપની મેજબાની કરશે. આ પહેલા તેણે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપની સંયુક્ત રીતે આયોજન કર્યું હતું. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમનું શેડ્યૂલ
- 8 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે રમાશે મેચ, ચેન્નાઈ
- 11 ઑક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમાશે મેચ, દિલ્હી
- 14 ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમાશે મેચ, અમદાવાદ
- 19 ઑક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાશે મેચ, પુણે
- 22 ઑક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમાશે મેચ, ધર્મશાલા
- 29 ઑક્ટોબરે ઈંગ્લેન્ડ સામે રમાશે મેચ, લખનઉ
- 2 નવેમ્બરે શ્રીલંકા સામે રમાશે મેચ, મુંબઈ
- 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમાશે મેચ, કોલકાતા
- 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમાશે મેચ, બેંગલુરુ