સીરિયા પર કરેલ 'બઘડાટી' બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ "મિશન પૂરું થયું"

By : kavan 09:40 AM, 15 April 2018 | Updated : 09:40 AM, 15 April 2018
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સીરિયા પર કરવામાં આવેલા હુમલામાં સફળતા બાદ ટ્વીટ કરીને મિશન પૂરું થયાની માહિતી આપી છે. તો ફ્રાંસ અને યુકેએ સાથ આપવા બદલ તેમનો પણ આભાર માન્યો છે. અમેરિકા દ્વારા સીરિયાની રાજધાની દમિશ્ક પર શનિવારે 100થી વધુ મિસાઈલ હુમલા કર્યા હતા. સીરિયા વિરૂદ્ધની આ મોટી કાર્યવાહીમાં અમેરિકા સાથે ફ્રાંસ અને બ્રિટને પણ સાથ સહાકાર આપ્યો હતો.
  ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરીને કહ્યું કે, ગઈ રાતે ખૂબ જ સારી રીતે એર સ્ટ્રાઈક કરવામાં આવ્યો. ફ્રાંસ અને યુકેનો સાથ આપવા બદલ આભાર. આનાથી સારૂ પરિણામ ના હોઈ શકે. મિશન પૂરું થયું.

ઉલ્લેખનીય છે કે, સીરિયામાં કેમિકલ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મિસાઈલ હુમલાનો આદેશ આપ્યો હતો. બાદમાં દમિસ્ક પર 100થી પણ વધુ મિશાઈલથી હુમલો કરવામાં આવ્યો.  

ઉલ્લેખનીય છે,બીજીબાજુ ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમનેઇએ કહ્યું છે કે સીરિયા પર અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટનની તરફથી કરાયેલ હુમલો એક ગુનો હતો અને તેનાથી કંઇ પણ પ્રાપ્ત થશે નહીં. ખમનેઇએ ટ્વીટ કરીને કહ્યું કે તેમણે આ હુમલાથી કોઇ ફાયદો થશે નહીં. ખમનેઇએ અમેરિકાના રાષ્ટ્રપતિ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, અને બ્રિટનના વડાપ્રધાનને ગુનેગાર ગણાવ્યા.Recent Story

Popular Story