મુંબઇના ઉદ્યોગપતિ મૂળ ગુજરાતી હર્ષદ ઠક્કર છેલ્લા 12 દિવસથી ગુમ, કંપનીના શેર તળીયે...

By : hiren joshi 09:33 PM, 12 October 2018 | Updated : 09:33 PM, 12 October 2018
મુંબઇઃ શહેરના આશાપુરા ઇંટિમેટ ફેશન લિમિટેડના MD હર્ષદ ઠક્કરના ગુમ થયાની ફરિયાદ મુંબઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. મુંબઇના ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર છેલ્લા 12 દિવસથી ગુમ છે. તેઓ મુળ ગુજરાતી છે અને કચ્છના રહેવાસી છે. હર્ષદ ઠક્કર છેલ્લા ઘણા વર્ષોથી મુંબઇમાં સ્થિત થયા હતા. જો કે, હર્ષદ ઠક્કરની કંપનીના શેર 52 સપ્તાહથી નિચલા સ્તરે છે.

મહત્વનું છે કે, દર્શના ઠક્કર સાથે તેઓ કેટલાક વર્ષોથી કંપની ચલાવી રહ્યા છે. કંપનીમાં ડિઝાઇન અને ઉત્પાદન કરવાનું કામ અને સંચાલનની જવાબદારી પણ સંભાળતા હતા.

આશાપુરા ઇંટિમેટ ફેશન લિ.ના છેલ્લા ટ્રેડિંગ શેર BSE રૂ.170.9 હતા જ્યારે 179.85 પર માર્કેટ બંધ થયું હતું. 
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story