Team VTV09:15 AM, 16 Jan 20
| Updated: 12:11 PM, 16 Jan 20
રાજકોટ ખાતે ગઇકાલે એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં મુખ્ય બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં PSI સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યાં હતા ત્યારે અચાનક ગોળી છૂટતાં એક રાહદારીનું મોત થયું હતું. જો કે આ મામલે PSI ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ ચોકીમાં થયેલા મોતનો મામલો
મોડી રાત્રે PSI ચાવડાની કરી ધરપકડ
માનવ વધની કલમ અંતર્ગત ગુનો દાખલ
રાજકોટમાં પોલીસ ચોકીમાં ગોળી વાગવાથી થયેલા મોતના મામલે એ-ડીવીઝન પોલીસે PSI ચાવડાની ધરપકડ કરી છે. મોડી રાત્રે પોલીસે PSI ચાવડાની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા PSI ચાવડા સામે માનવ વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ કર્યો છે.
PSI ચાવડાની રિવોલ્વરથી ગોળી છુટતા રાહદારી હિમાંશુ ગોહેલનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
જો કે PSI ચાવડાની રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી જે રાહદારી હિંમાશુ ગોહેલને વાગતા થયેલા મોત અંગે એક નવો ખુલોસા થયો છે. જેમાં જે વ્યક્તિનું મોત થયું છે તે જ વ્યક્તિએ 12મી જાન્યુઆરીએ PSI સાથે મુલાકાત કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં મોત થનાર વ્યક્તિ હિંમાશુ ગોહિલે PSI સાથે મુલાકાત કરી હોવાના CCTV પણ સામે આવ્યાં હોવાનું સૂત્રોને માહિતી મળી છે. મરનાર હિંમાશુ ગોહિલ પોલીસ સ્ટેશનથી નજક સ્પાનો ધંધો ચલાવતો હતો.