પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પોતાની પહેલી ચીન યાત્રા પર છે. ત્યારે આ યાત્રા PM ઈમરાન ખાન માટે લાભકારી સાબિત થઈ છે.
ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે વાતચીત બાદ ચર્ચાઓ શરૂ થઈ છે કે ચીન પાકિસ્તાનને 6 અરબ ડોલરની આર્થિક મદદ કરશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન હાલ વિદેશી મુદ્રાઓની ભારે તંગીમાંથી પસાર થઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી પણ તેને રાહત પેકેજ આપવા માટે કડક શરતો રાખવામાં આવી છે. તેવામાં પાકિસ્તાન ઈચ્છે છે તે તેના મિત્ર દેશ આ સંકટ દૂર કરવામાં તેની મદદ કરે.
મળતી માહિતી મુજબ બંને દેશના વડા વચ્ચે થયેલી ચર્ચાઓના અંતે પાકિસ્તાનને ચીન તરફથી 6 અરબ ડોલરના આર્થિક પેકેજની મદદ મળશે તેવી સંભાવના છે. જો કે આ અંગે હજૂ સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.