Misdemeanor with patient's wife at Surat Civil Hospital after offering new mobile and money
સુરત /
નવો મોબાઈલ અને પૈસાની લાલચ આપી સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની સાથે દુષ્કર્મ
Team VTV08:25 AM, 02 Aug 21
| Updated: 10:54 AM, 02 Aug 21
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીની પત્નિ સાથે દુષ્કર્મ, નવો મોબાઈલ અને પૈસાની લાલચ આપી કર્મચારીએ આચર્યું દુષ્કર્મ
સુરત સિવિલમાં દર્દીની પત્ની સાથે દુષ્કર્મ
નવો મોબાઈલ,પૈસાની લાલચ આપી દુષ્કર્મ
સમગ્ર મામલે સિવિલ પોલીસ ચોકીમાં ફરિયાદ
સુરત સિવિલ હોસ્પિટલમાં એક ધ્રૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીની પત્નિ સાથે કર્મચારીએ જ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની સાથે દુષ્કર્મ
મહત્વનું છે ગંભીર બિમારીમાં સારવાર લઈ રહેલા દર્દીની પત્નિનો મોબાઈલ ગુમ થતા તેને મોબાઈલ નવો લઈ આપવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. વોર્ડ બોય તરીકે કામ કરતા કર્મચારીએ મહિલાને 2 હજાર રૂપિયા આપવાનું કહી તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું જેને લઈ પરણિતાએ સિવિલ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે.
સર્વન્ટે દર્દીની પત્ની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
હોસ્પિટલમાં કામ કરતા સર્વન્ટે સારવાર લઈ રહેલા દર્દીની પત્નીને હોસ્પિટલના દાદરા નીચે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે દુષ્કર્મ આચર્યા બાદ સર્વન્ટે બીજા દિવસે રૂપિયા આપશે તેવું કહ્યું હતું પણ બીજા દિવસથી સર્વન્ટ દેખાતો બંધ થઈ જતા સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર મામલે સિવિલ પોલીસ ચોકીમાં ફરિયાદ
મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહથી પતિ સિવિલમાં દાખલ છે. પરતું થોડા દિવસ પહેલા મારો પત્નીનો ફોન ચોરાય જતા સુરત સિવિલ હોસ્પિટલના એક કર્મચારી મહિલાને રૂપિયા આપવાની લાલાચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું જો કે હોસ્પિટલનો કર્મચારી કાલે રૂપિયા આપી કહી ફરાર થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો છે.