કચ્છના કંડલામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. કંડલામાં આવેલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના મુખ્ય ગેટ પર તૈનાત સિક્યોરિટી ગાર્ડ પર કેટલાક લોકોએ તલવાર અને દંડા વડે હુમલો કર્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
SEZ માં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ
સિક્યોરિટી ગાર્ડે અટકાવતા અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો
ઘટના CCTV માં કેદ
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, કચ્છ ખાતે આવેલા જાણીતા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં કેટલાક અજાણ્યા લોકોએ ગેર કાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિક સિક્યોરિટી ગાર્ડે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા તે લોકો રોષે ભરાયા હતા.
#WATCH Gujarat: Miscreants attacked security guards with swords & sticks at Kandla Special Economic Zone Entry Gate in Kutch, allegedly after they were denied entry. (05.10.2019) pic.twitter.com/3pREO1ai33
રોષે ભરાયેલા આ શખ્સોએ સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરીને ઢોર માર્યો હતો. નોંધનીય છે કે, આ ઘટના અંગે જાણ થતાં નજીકના પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હતી.
નોંધનીય છે કે, આ ઘટના 5 ઓક્ટોબરે બની હતી, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાયદાનો ડર રાખ્યા વગર બેફામ રીતે અસામાજિક તત્વો વર્તન કરી રહ્યા છે.