Team VTV06:41 PM, 06 Aug 21
| Updated: 06:42 PM, 06 Aug 21
પાટણ વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર મહોમ્મદ હૂસેન ફારૂકીની દાદાગીરી આવી સામે, તેમણે ચીફ ઓફિસર પાંચાભાઇ માળી પર હૂમલાનો કર્યો પ્રયાસ
પાટણ નગરપાલીકાના ચીફ ઓફિસર પર હુમલાનો પ્રયાસ
ભાજપના કોર્પોરેટરે ફરજ દરમિયાન હુમલાનો કર્યો પ્રયાસ
વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી
પાટણ નગરપાલીકાના ચીફ ઓફિસર પર હુમલાની ફરિયાદ થઇ છે. ભાજપના કોર્પોરેટરે ફરજ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ હુમલાનો પ્રયાસ કર્યો છે. વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર મહોમ્મદ હૂસેન ફારૂકીની દાદાગીરી સામે આવી છે. તેમણે ચીફ ઓફિસર પાંચાભાઇ માળી પર હૂમલાનો પ્રયાસ કર્યો છે.
તો આ તરફ કોર્પોરેટરે પણ ચીફ ઓફિસર સામે હુમલાનો આક્ષેપ લગાવ્યો છે. આ ઘટનાનું વાસ્તિવક દ્રશ્ય માટે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, તેમાં તેનું વાસ્તવિક દ્રશ્ય જોઇ શકાય છે. મળતી માહિતી મુજબ હાજર રહેલા લોકોએ જણાવ્યુ હતું કે ફાઈલો પર તાત્કાલિક સહી કરવાનું કહેતા બોલાચાલી થઈ હતી. ચીફ ઓફિસરે તપાસ બાદ સહી કરવાનું કહેતા મામલો બિચક્યો હતો.