અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાના ખાનગી હોમ માર્ટમાં સરકારી સિક્કાનો દૂરપયોગ કરાયો હોવાની ઘટના સામે આવી છે. જે ને પગલે અરવલ્લી નિવાસી કલેક્ટરે ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા.
ખાનગી હોમ માર્ટમાં સરકારી સિક્કાનો દૂરપયોગ
ખરીદીના બિલ પર સરકારી સિક્કા લગાવાયા
આચાર સંહિતા પછી પણ ખાનગી બિલ પર સરકારી સિક્કા
અરવલ્લીમાં આજે સરકારી સિક્કાનો દૂરઉપયોગ કરાતો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં મોડાસાના ખાનગી હોમ માર્ટમાં સરકારી સિક્કાનો દૂરપયોગ કરવાની વિગત સામે આવી છે. ખરીદીના બિલ પર સરકારી સિક્કા લગાવવામાં આવતા તંત્ર દોડતું થયું હતું. આ બાબતની જાણ થતાંની સાથે જ અરવલ્લી નિવાસી કલેક્ટરે ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા છે.
ખરીદીના બિલ પર લગાવાય છે સરકારી સિક્કો
અરવલ્લીના મોડાસાના મેઘરજ રોડ પર આવેલા ખાનગી હોમ માર્ટમાં ખરીદીના બિલ પર સરકારી સિક્કા લગાવાતા હોવાની વિગત સામે આવતા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે ખરીદીના બિલ પર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના સિક્કા લાગેલા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે આચાર સંહિતા પછી પણ આ પ્રકારે ખાનગી બિલ પર સરકારી સિક્કા લગાવાતા હોવાની વાત સામે આવી હતી. જેની ગંભીરતાને ધ્યાને રાખી અરવલ્લી નિવાસી કલેક્ટરે ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા.