બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હરિદ્વારમાં ચમત્કાર ! ડ્રાઈવરનું હાર્ટએટેકથી મોત થતાં પ્રગટી 'દેવી', બચાવી લીધાં 17 શ્રદ્ધાળુઓ
Last Updated: 03:58 PM, 13 September 2024
ચમત્કાર આજે પણ થતાં હોય છે. ગુરુવારે ઉત્તરાખંડમાં પણ આવા એક ચમત્કારની ઘટના બની હતી. ગુરુવારે ચમોલીમાં એક મહિલા 17 મુસાફરો માટે 'દેવી' બનીને સામે આવી હતી. આ મહિલાએ પોતાની સૂઝબૂઝથી પ્રવાસીઓના જીવ બચાવી લીધાં હતા, જો તેણે સમયસર આવું એક્શન ન લીધું હોત તો એક પણ દર્શનાર્થી જીવતો ન બચ્યો હોત.
ADVERTISEMENT
શું બની ઘટના?
હકીકતમાં 17 મહિલા પ્રવાસીઓનું એક જૂથ હરિદ્વારથી એક વાહન બાંધીને બદ્રીનાથ આવ્યું હતું. દર્શન બાદ બધા પાછા ફરી રહ્યા હતા. ત્યારબાદ ખીણમાં ઓટો ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. ડ્રાઇવરના આકસ્મિક મોતને કારણે વાહનનું સંતુલન બગડી ગયું અને વાહન સીધું ખીણ તરફ જવા લાગ્યું.આ દરમિયાન અચાનક એક મહિલા ધસી આવી હતી અને તેણે સ્ટીયરિંગ સંભાળી લીધું હતું અને વાહનને ખીણમાં જતા અટકાવી દીધું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : રાહત પૂરી ! બની ગયું હવાના દબાણનું ક્ષેત્ર, ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ
દેવી બનીને ઉભરાઈ મહિલા
આ ઘટનામાં 17 દર્શનાર્થીઓના મોત નક્કી હતા પરંતુ એક મહિલાએ અચાનક આવીને તેમના જીવ બચાવી લીધાં હતા. ઘટના બાદ લોકો મહિલાને બિરદાવી રહયાં છે અને છૂટા મોંએ તેના વખાણ કરી રહ્યાં છે. લોકો આ ઘટનાને ચમત્કાર સમાન ગણાવી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.