શાહિદની પત્ની મીરાએ ઇમોશનલ પોસ્ટ શેર કરીને વ્યક્ત કરી પોતાની પરેશાની

By : krupamehta 02:18 PM, 16 May 2018 | Updated : 02:18 PM, 16 May 2018
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પ્રેગનેન્ટ છે એ વાતને શાહિદ કપૂર, પ્રશંસકો ની સાથે પહેલા જ શેર કરી ચૂક્યો છે. જેવી શાહિદે પ્રશંસકોને આ ખુશખબરી સંભળાવી એને યૂઝર્સે ટ્રોલ કરી દીધો જેનું કારણે મીરાનું નાની ઉંમરમાં બીજી વખત મા બનવાનું છે. આ વચ્ચે મીરા રાજપૂતે સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગનેન્સીને લઇને પોસ્ટ કરી જે ઝડપથી વાયરલ થઇ ગઇ. મીરાની આ પોસ્ટને વાંચ્યા બાદ તમે પણ એવું કહેશો કે ખરેખર મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. વાસ્તવમાં માત્ર 23 વર્ષની ઉંમરમાં મીરા બીજી વખત મા બનવાની છે. દિલ્હીની રહેવાસી મીરા મીશાની મા છે અને હવે એ બે વર્ષની થઇ ગઇ છે. મીશાના ફોટા શાહિદ અને મીરા મોટાભાગે સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. મીરા બીજી વખત પ્રેગનેન્ટ ઠે. મીરાની પ્રેગનેન્સીને થોડો સમય વીતી ચૂક્યો છે અને હવે એક મોટી પરેશાનીનો સામનો કરી ચૂકી છે. મીરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં મીરાએ લખ્યું, 'સૌથી અજીબ વાત છે જ્યારે તમને તમારું જીન્સ ફીટ આવે નહીં. મેટરનિટી જીન્સ ખૂબ જ મોટું હોય છે.' આ સાથે જ મીરાએ એક મૂંઝવણ ભર્યો ઇમોજી પણ શેર કર્યો છે. મીરા તાજેતરમાં જ સોનમ અને આનંદ આહૂજાની રિસેપ્શનમાં શાહિદની સાથે નજરે આવી હતી. 

India Tv - Mira Rajput

મીરાની આ પોસ્ટ આવનારી સમસ્યા તરફ ઇશારો કરી રહી છે. આ પોસ્ટ દ્વારા મીરા એવું જણાવી રહી છે કે આજકાલ એને દરેક કપડાં ફીટ પડવા લાગ્યા છે અને આવાનાર સમયમાં આ સમસ્યા વધારે વધી જશે. શાહિદ અને મીરાએ 7 જુલાઇ 2015ના રોજ લગ્ન કર્યા હતા. 
 

🙃

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on


શાહિદ અને મીરાની પુત્રી મીશા જન્મ ઓગસ્ટ 2016માં થયો હતો. શાહિદ છેલ્લે પદ્માવત ફિલ્મમાં જોવા મળ્યો હતો. Recent Story

Popular Story