minor hindu boy murdered after sexual harrasment in pakistan two arrest
ગુનો /
પાકિસ્તાનમાં 11 વર્ષના હિંદુ સગીરની યૌન શોષણ બાદ હત્યા, સુમસાન ઘરમાંથી મળી લાશ
Team VTV07:34 AM, 21 Nov 21
| Updated: 07:59 AM, 21 Nov 21
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 11 વર્ષીય હિંદુ છોકરા સાથે Sexual Harrasment કરી નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે.
ખૈરપુર મીર વિસ્તારના બબરલોઈ કસ્બામાં એક સુમસાન ઘરમાં લાશ મળી
પરિવાર ગુરુનાનકની જયંતી ક્રાયક્રમોમાં વ્યસ્ત હતો
રાતે 11 વાગે સગીર ઘરમાં મૃત મળ્યો, પોલીસે 2 લોકોની ધરપકડ કરી
ખૈરપુર મીર વિસ્તારના બબરલોઈ કસ્બામાં એક સુમસાન ઘરમાં લાશ મળી
શનિવારે મીડિયામાં આવેલા સમાચારમાં એ જાણકારી આપવામાં આવી છે કે છોકરાના પરિવારોના સભ્યોએ કહ્યું કે તે શુક્રવારે સાંજે ગુમ થયો હતો અને તેની લાશ શનિવારે પ્રાંતના ખૈરપુર મીર વિસ્તારના બબરલોઈ કસ્બામાં એક સુમસાન ઘરમાં મળી.
પરિવાર ગુરુનાનકની જયંતી ક્રાયક્રમોમાં વ્યસ્ત હતો
‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન’એ કિશોરના સંબંધી રાજ કુમારના હવાલાથી કહ્યું કે સમગ્ર પરિવાર ગુરુનાનકની જયંતી ક્રાયક્રમોમાં વ્યસ્ત હતો. અમને નથી ખબર કે કિશોર કેવી રીતે ગુમ થઈ ગયો. તે રાતે 11 વાગે ઘરમાં મૃત મળ્યો. બબરલોઈ પોલીસ એસએચઓએ કહ્યું કે ગુનેગારોએ છોકરા સાથે યૌન ઉત્પીડન કર્યું અને બાદમાં ગળું દબાવીને મારી નાંખ્યો છે.
પોલીસે 2 લોકોની ધરપકડ કરી
એસએચઓએ કહ્યું કે અમે બે લોકોની ધરપકડ કરી છે. જેમાંથી એકે પોતાનો ગુનો કબૂલ કર્યો છ. બાળ સંરક્ષણ પ્રાધિકરણ સુક્કુરના જુબેર મહરે કહ્યું કે સગીરના શરીર પર શોષણના નિશાન છે. તેમણે કહ્યું કે ગત કેટલાક અઠવાડિયામાં સૂબેમાં આ પ્રકારની બીજી ઘટના છે.
મહરે કહ્યું કે થોડાક સમય પહેલા સુક્કુર જિલ્લાના સાલેહ પાટમાં હિંદુ સમુદાયની એક સગીર છોકરી ગુમ થઈ ગઈ હતી. પોલીસે તેને શોધવા માટે 25 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પરંતુ હજું સુધી કોઈ ભાડ મળી નથી.