બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:54 PM, 6 August 2024
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે મંગળવારે ટિમ વોલ્ઝને તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ટિમ વોલ્ઝ મિનેસોટાના ગવર્નર છે. વોલ્ઝ હવે ચૂંટણી પ્રચારમાં કમલા હેરિસ સાથે જોવા મળશે.
ADVERTISEMENT
કમલા હેરિસ પ્રેસિડન્ટના ઉમેદવાર
અમેરિકાની શાસક ડેમોક્રેટિક પાર્ટીએ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પ્રેસિડન્ટના ઉમેદવાર જાહેર કર્યાં છે. 5 નવેમ્બરે અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી થવાની છે. કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદ માટે પાર્ટીના ઉમેદવાર બનવા માટે પૂરતા ડેમોક્રેટિક ડેલિગેટ વોટ મેળવ્યા હતા, ત્યારબાદ સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ હેરિસને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
બાયડન રેસમાંથી ખસતાં કમલાનો નંબર
કમલા હેરિસ ભારતીય-આફ્રિકન મૂળની પ્રથમ મહિલા છે જેમને રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કરાયાં છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાયડને 20 જુલાઈના દિવસે પ્રેસિડન્ટની ચૂંટણીમાંથી ખસી જવાનું એલાન કર્યું હતું જે પછી કમલા હેરિસનો વારો આવ્યો હતો.
ટિમ વોલ્ઝ મિનેસોટાના ગવર્નર
ટિમ વોલ્ઝ હાલમાં મિનેસોટાના ગવર્નર તરીકે સેવાઓ આપી રહ્યાં છે. તેમણે વિવિધ પરોપકારી પહેલોને પ્રોત્સાહન આપ્યું છે, જેમાં મફત શાળા ભોજન, આબોહવા પરિવર્તન સામે લડવાના લક્ષ્યો, મધ્યમ વર્ગ માટે કરમાં ઘટાડો, મિનેસોટાના કામદારો માટે વિસ્તૃત રજા અને વધુ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારત-ઈરાન વચ્ચે તનાતની / 'પહેલા તમારા ઘરનું સંભાળો' ભારતે ઈરાનના સુપ્રીમ લીડરને મોં પર સંભળાવ્યું, શું વિવાદ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT