Ministry of Information & Broadcasting issues advisory on Obligation of Public Service Broadcasting
જાહેર હિત /
ખાનગી ટીવી ચેનલો માટે કેન્દ્રની એડવાઈઝરી, દરરોજ 30 મિનિટ આવા કાર્યક્રમ દેખાડવાનું કર્યું અનિવાર્ય
Team VTV07:47 PM, 30 Jan 23
| Updated: 07:48 PM, 30 Jan 23
કેન્દ્ર સરકારે ખાનગી પ્રસારણકારો (ખાનગી ટીવી ચેનલ અને એફએમ રેડિયો) માટે દરરોજ 30 મિનિટ એક જાહેર હિતનો કાર્યક્રમ દેખાડવાનું અનિવાર્ય બનાવ્યું છે.
તમામ ખાનગી ચેનલો માટે સરકારી જારી કરી એડવાઈઝરી
દરરોજ 15 મિનિટ એક જાહેર હિતનો કાર્યક્રમ દેખાડવો પડશે
સરકારે કાર્યક્રમો માટે મુદ્દાઓ પણ આપ્યાં
તમામ ખાનગી ચેનલોએ હવે દરરોજ અડધો કલાક એક જાહેર હિતના કાર્યક્રમ ફરજિયાત દેખાડવો પડશે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય દેશમાં ટેલિવિઝન ચેનલોને અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટે માર્ગદર્શિકા, 2022" જારી કરી છે. આ માર્ગદર્શિકામાં અન્ય બાબતોની સાથે સાથે ખાનગી બ્રોડકાસ્ટર્સને દરરોજ 30 મિનિટ માટે જાહેર સેવાનો કાર્યક્રમ પ્રદર્શિત કરવો પડશે. આ સંબંધમાં મંત્રાલયે ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલ બ્રોડકાસ્ટર્સ અને તેમના એસોસિએશનો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા હાથ ધરી હતી અને તેમનાં ઈનપુટનાં આધારે 30.01.2023નાં રોજ "એડવાઇઝરી" બહાર પાડી છે.
30 મિનિટનો જાહેર હિતનો કાર્યક્રમ કરવો પડશે ટેલિકાસ્ટ
આઈબી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ટેલિકાસ્ટ કરવામાં આવતા કાર્યક્રમોમાં સમાવિષ્ટ સંબંધિત સામગ્રીને જાહેર સેવા પ્રસારણ માટે ગણી શકાય છે. કન્ટેન્ટ એકસાથે 30 મિનિટની હોવી જરૂરી નથી અને તે નાના સમયના સ્લોટમાં રજૂ કરી શકાય છે અને બ્રોડકાસ્ટરને બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ પર ઓનલાઇન માસિક અહેવાલ સબમિટ કરવાની જરૂર છે.
Ministry of Information & Broadcasting issues advisory on Obligation of Public Service Broadcasting. The Guidelines, among other things, require private broadcasters to undertake public service broadcasting for 30 minutes every day. pic.twitter.com/7c9N7sb36Q
કયા કયા વિષેય પર કાર્યક્રમ દેખાવડો પડશે
પ્રસારણ માટેની થીમમાં રાષ્ટ્રીય મહત્વની અને સામાજિક સુસંગતતાની સામગ્રીનો સમાવેશ થવો જોઈએ, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.