ministry of communication ashwini vaishnaw says airtel jio and vi to prepare for 5g launch
5G Launch /
'તૈયારી શરૂ કરી દો...' 5G ને લઈને મોદી સરકારના મંત્રીએ આપ્યા સૌથી મોટા ગુડ ન્યૂઝ
Team VTV03:07 PM, 18 Aug 22
| Updated: 05:23 PM, 18 Aug 22
સંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 5G પર નવું અપડેટ જાહેર કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને 5G લોન્ચની તૈયારી શરૂ કરવા માટે કહ્યું છે.
5G ની સેવાઓ ટૂંક સમયમાં શરુ થશે
સંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા સંકેત
ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને 5G લોન્ચની તૈયારી શરૂ કરવા કહ્યું
5Gની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી 5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. હવે લોકો 5જી સેવાઓ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. સંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 5G પર નવું અપડેટ જાહેર કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને 5G લોન્ચની તૈયારી શરૂ કરવા માટે કહ્યું છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમ સોંપણી પત્ર જારી કરવામાં આવ્યો છે.
5G update: Spectrum assignment letter issued. Requesting TSPs to prepare for 5G launch.
એરટેલ-જીઓએ આપ્યા સંકેત
ભારતી એરટેલે ટૂંક સમયમાં જ 5જી સેવા શરૂ કરવાના સંકેત આપી દીધા છે. આ માટે એરટેલે ઇએમડીને 8,312.4 કરોડ રૂપિયા પણ ચૂકવ્યા છે. આ નાણાં ભારતી એરટેલે ચાર વર્ષના હપ્તાની એડવાન્સ ચુકવણી તરીકે આપ્યા છે. તે જ સમયે, રિલાયન્સ જિયોએ 7864 કરોડ રૂપિયા, વોડાફોન આઇડિયાએ 1679 કરોડ રૂપિયા અને અદાણી ડેટા નેટવર્ક્સએ 18 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
આ મહીને આવી શકે છે 5G
એરટેલે એરિક્સન, નોકિયા અને સેમસંગ સાથે 5G સર્વિસ આપવા માટે કરાર કર્યો છે. હાલમાં જ કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે 5G સેવા ઓગસ્ટમાં જ શરૂ કરવામાં આવશે. ટેલિકોમ બેરોન સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલે 5જી સ્પેક્ટ્રમ માટે 43,039.63 કરોડ રૂપિયાની સફળતાપૂર્વક બોલી લગાવી હતી.
શું હશે પ્લાનની કિંમત?
વોડાફોન આઈડિયાએ 5G સેવાના લોન્ચિંગની તારીખ વિશે કોઈ માહિતી આપી નથી. પરંતુ કંપનીએ યોજનાઓ અંગે મોટો ખુલાસો કર્યો હતો. કંપનીએ કહ્યું હતું કે ગ્રાહકોને 5જી સેવા માટે પ્રીમિયમ કિંમત ચૂકવવી પડશે. આનું કારણ એ છે કે કંપનીએ સ્પેક્ટ્રમની હરાજીમાં ઘણા પૈસા ખર્ચ કર્યા છે. ટેલિકોમ વિભાગનું કહેવું છે કે 5જી સ્પેક્ટ્રમ પર આધારિત સેવાઓ શરૂ થવાથી તેને 4G કરતા 10 ગણી ઝડપી સ્પીડ મળશે.