લોકસભા ચૂંટણી 2019 માટે મતગણના આવતીકાલે યોજાવાની છે. જેને લઇને ગૃહમંત્રાલયે દેશના વિભિન્ન વિસ્તારોમાં હિંસા અને કોઇ અઘટિત બનાવની આશંકા વ્યક્ત કરી છે. આવા પ્રકારની આશંકને લઇને ગૃહ વિભાગે તમામ રાજ્યોના મુખ્ય સચિવ તથા પોલીસ અધ્યક્ષોને કેટલાક આદેશ આપવામાં આવ્યા છે.
Ministry of Home Affairs alerts the State Chief Secretaries & DsGP
regarding possibility of eruption of violence in different parts of the
country in connection with the counting of votes tomorrow. MHA
asks States and UTs to maintain law & order, peace & public tranquility. pic.twitter.com/0rZ9TNsC2b
ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે કાનૂની વ્યવસ્થા અને શાંતિ બની રહે તે માટે સાવચેતીના પગલા લેવાના આદેશ આપવામાં આવ્યા છે.
States/UTs were further asked to take adequate measures for the security of strong rooms and venues of counting of votes. This is in the wake of calls given and statements made in various quarters for inciting violence and causing disruption on the day of counting of votes. https://t.co/1A8T5cCgoO
આ સિવાય રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને મતગણતરી દરમિયાન સ્ટ્રોંગરૂમ અને મતગણના સ્થળ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાના પણ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ મતગણતરી દરમિયાન કોઇપણ પ્રકારની હિંસાત્મક ગતિવિધીઓ ન બને તે માટે સાવચેતીના પગલા અગાઉથી લેવાની પણ સૂચના આપી છે.