બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Minister of State Nimisha Suthar Corona positive
ParthB
Last Updated: 10:53 AM, 26 January 2022
ADVERTISEMENT
મારો RT-PCR ટેસ્ટ નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે.
— Nimishaben Suthar (@Nimishaben_BJP) January 25, 2022
આથી છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો/સ્નેહીજનો ને સાવચેતીના ભાગરૂપે જરૂરી તકેદારી રાખવા અને લક્ષણો જણાતા કોવિડ ટેસ્ટ કરાવવા અનુરોધ કરું છું.
ADVERTISEMENT
રાજ્યકક્ષાના મંત્રી નિમિષા સુથારે ટ્વીટ કરી જાણકારી આપી
રાજ્યમાં વધુ એક મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથારને કોરોના લક્ષણો દેખાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તે આઈસોલેટ થયા છે. તેમજ સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા મંત્રીએ કરી અપીલ કરી છે. આ પહેલા સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કોરોના ઝપેટામાં આવી ગયા હતા.
આટલા નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ
અનિલ જોશીયારા, ધારાસભ્ય, ભીલોડા
કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ
પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા
યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર
પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા
શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ
પિયુષ પટેલ, ધારાસભ્ય, નવસારી
ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી
જીતુ ચૌધરી, મંત્રી
કૃષિમંત્રી રાઘવજી પટેલ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાતમાં મંગળવારે 16608 કેસ નોંધાયા હતા
ગુજરાતમાં કોરોના કેસ કુદકેને ભૂસકે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16608 કેસ કોરોના કેસ સામે આવતા જાણે કોરોના કેસોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે. તો કોરોનાને લીધે 28 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.