બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, ગૃહ રાજ્યમંત્રી ચડાવશે ધજા, જાણો કેટલા લાખ ભક્તોએ કર્યા દર્શન

અંબાજી મેળો / ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, ગૃહ રાજ્યમંત્રી ચડાવશે ધજા, જાણો કેટલા લાખ ભક્તોએ કર્યા દર્શન

Last Updated: 01:56 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં આજે ભાદરવી પૂનમનાં મેળાનાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવશે. ગૃહરાજ્ય મંત્રી પણ આજે માતાજીનાં મંદિરે ધજા ચડાવશે.

બનાસકાંઠામાં આજે ભાદરવી પૂનમનાં મેળાનાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટશે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી માતાજીનાં મંદિરે ધજા ચડાવશે. જેને લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ પોલીસ પરિવાર ધજા ચડાવ્યા બાદ મેળાની પૂર્ણાહુતિ જાહેર કરશે. તેમજ 6 દિવસમાં 27 લાખથી વધુ માઈ ભક્તોએ માં અંબાનાં દર્શન કર્યા હતા.

યાત્રાધામ અંબાજી ખાતે હાલ માં ભદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે ત્યારે માં અંબા ને નિમંત્રણ આપવા આવતા ભક્તો ચોક્કસ માં અંબા ની ધજા લઈને આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર માં અસંખ્ય ધજાઓ જોવા મળી રહી છે અને મંદિર દ્વારા આ ધજાઓ ને પ્રસાદ રૂપે વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે

માં અંબાના નિજ મંદિર ભક્તો મોટી મોટી ધજાઓ લઈને ચાંચર ચોક માં આવી રહ્યા છે. જેને લઈને સમગ્ર અંબાજી લાલ ધજાઓથી લાલમ લાલ થઇ ગયું છે. ભક્તો દૂર દૂરથી આ ધજાઓને પદયાત્રા કરીને લઈને આવે છે. અને જયારે છેલ્લે માં ના મંદિરના શિખર ઉપર જયારે ધજા રોહણ થાય છે. તેઓ ભાવુક થઇ જતા હોય છે. અને તેમના ચેહરા ઉપર અનોખી ખુશી જોવા મળતી હોય છે.

વધુ વાંચોઃ CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, પાક નુકસાની સહિત જાણો કયા-કયા મુદ્દાઓ આવરી લેવાશે

માં અંબાને ચડાવેલ ધજાઓને અંબાજી મંદિર દ્વારા નિઃશુલ્ક પ્રસાદ રૂપે તેનું વિતરણ કરવામાં આવે છે. જેને લઈને શિખર પર ચડાવેલ ધજાઓ ભક્તો માં અંબાની આ ધજાઓને પોતાના સાથે લઈને જાય છે. અને પોતાના ઘર ગામડે અથવા તો ગામના મંદિરના શિખર ઉપર ધજા રોહણ કરીને માં અંબાને આવવાનું આમંત્રણ આપે છે હમણાં સુધી મોટી સાઈઝની ધજાઓ જે રેજીસ્ટ્રેશનના પાત્ર છે તેવી 2500 થી વધુ ધજાઓ માતાજીને ચડી ચુકી છે તોહ નાની ધજાઓ તો અસંખ્ય પ્રમાણ માં અંબાજી મંદિર માઁ આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Bhadarvi Poonam Melo 2024 Banaskantha Ambaji Melo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ