minister nab kishore das murder accused cop gopal krishna das statement disclosure planning note
ખુલાસો /
પહેલા હત્યાનો કારસો રચ્યો, પછી નોટ લખી મંત્રીને પતાવી દીધા, નબ કિશોર દાસ મર્ડર કેસમાં આરોપી જુઓ શું કર્યા ઘટસ્ફોટ
Team VTV06:38 PM, 03 Feb 23
| Updated: 06:41 PM, 03 Feb 23
ઓડિશાનાં મંત્રી નબ કિશોર દાસની હત્યાનાં મામલામાં પોલીસ હવે ટોયલેટનાં સેપ્ટિક ટેંકમાં કેટલાક પુરાવાઓ શોધી રહી છે. આરોપીએ ખૂન અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મંત્રી નબ કિશોર દાસ હત્યા કેસમાં નવો વળાંક
આરોપીએ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો ખુલાસો
પોલીસ ચેક કરી રહી છે પોલીસ સ્ટેશનનાં ટોયલેટ્સ
ઓડિશાનાં મંત્રી નબ કિશોરદાસની હત્યાનો કેસ નવાં વળાંક લઈ રહ્યો છે. જે પોલીસવાળાએ મંત્રીનું જાહેરમાં ખુન કર્યું તેણે એક એવી વાત કરી છે જે જાણીને પોલીસ ભાગાદોડીમાં લાગી ગઈ છે. આરોપીએ કહ્યું કે મંત્રીને માર્યા બાદ તેને આશા નહોતી કે તે જીવતો બચશે તેથી તેણે ખૂનનું કારણ એક કાગળ પર લખીને પોતાની પાસે રાખ્યું હતું જેથી મર્યાં બાદ બધાંની સામે સત્ય બહાર આવી શકે. પરંતુ આ હત્યાકાંડ કર્યાં બાદ પણ તે જીવિત રહ્યો અને તેણે તે કાગળ ક્યાંક છુપાવી દીધો.
સેપ્ટિક ટેન્કની તપાસ
મંત્રીના આ ખૂને માત્ર ઓડિશાને નહીં, સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કડક સિક્યોરિટી અને જાહેરમાં જનતાની નજરોની સામે થયેલા ખૂન કરનારા આરોપીને તે જ સમયે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હવે પોલીસ તે જ ઓપન એન્ડ શટ કેસનાં પુરાવાઓ ટોયલેટની પાછળ બનેલા સેપ્ટિક ટેન્કની અંદર શોધી રહી છે. મોડી રાતથી માંડીને દિવસભર પોલીસની ક્રાઈમબ્રાંચ અને સફાઈકર્મીઓની ટીમ સેપ્ટિક ટેંકની અંદર મેરાથન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ટોર્ચની લાઈટમાં તો ક્યારેક જાળીથી ટેંકનો ખૂણે-ખૂણો તપાસી રહી છે.
ગોપાલ કૃષ્ણએ કર્યો ચોંકાવનારો ખુલાસો
આરોપી દાસે ખુલાસો કરતાં કહ્યું કે 'મને ડર હતો કે મંત્રીને ગોળી માર્યા બાદ તેના સમર્થક કે પોલીસ મને ઘટના સ્થળ પર જ મારી નાખશે. મારાં પર હુમલો થશે. તેથી હું પૂર્ણ તૈયારી સાથે નબ કિશોર દાસનું ખૂન કરવા ઈચ્છતો હતો અને એવા જ ઈરાદાથી મારા મનમાં ચાલી રહેલી તમામ વાતો અને મંત્રીને મારવાનું કારણ મેં એક નોટમાં લખી રાખ્યું હતું. તેથી જો મંત્રીને માર્યા બાદ તરત જ જો હું મરી જાઉં તો મારાં ખીચાંમાંથી તે નોટ મળે અને સત્ય દુનિયા સામે આવે. પરંતુ જ્યારે પોલીસે મને જીવિત જ પકડ્યો તો મેં પોતાના હાથે લખેલી એ ચિઠ્ઠીને પોલીસ સ્ટેશનનાં વોશરૂમમાં જ ફ્લશ કરી દીધું જેથી તે વાત બહાર ન આવે.'
4 કલાક સુધી પૂછપરછ
29 જાન્યુઆરી 2023, રવિવારનાં રોજ ઓડિશા પોલીસએ નબ કિશોર દાસને ગોળી મારનારા પોતાનાં જ મેંમર ASI ગોપાલ કૃષ્ણની ધરપકડ કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોપાલ કૃષ્ણને ભીડભાડથી દૂર ઝારસુગુડા એરપોર્ટનાં પોલીસ સ્ટેશનમાં શિફ્ટ કરી દીધેલ હતો અને 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.