બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO: મિંઢોળા નદીમાં ઘોડાપૂર, બારડોલીમાં 150થી વધારે ઘર પાણીમાં ડૂબ્યા
Last Updated: 09:29 PM, 6 July 2025
સુરતના બારડોલીમાંથી પસાર થતી મિઢોળા નદી તોફાની બની છે. ઉપરવાસમાંથી પાણી આવક થતાં મિઢોળા નદી ગાંડીતૂર થઇને વહી રહી છે. બારડોલી નજીક મીંઢોળા નદીમાં પુરની પરિસ્થિતિ ઉભી થઇ છે. મિઢોળાના પાણી બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં ભરાયા હતા. જેને કારણે લગભગ દોઢસો જેટલા મકાનમાં પાણી ઘુસ્યા હતા..પાણી ભરાવાની શરૂઆત થતા તમામને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા.
ADVERTISEMENT
સુરત: મીંઢોળા નદી ઉફાન પર, બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાયા#surat #suratrain #suratcityrain #HeavyRainfall #SuratHeavyRain #rainingujarat #Gujaratrain #rainalert #rain #rainupdate #rainnews #Gujarat #VTVDigital pic.twitter.com/jiOT7kMuYz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 6, 2025
આ પણ વાંચોઃ ધોધ પર રમણીય નજારો જોઇ સેલ્ફી લેવા ગયો યુવક, પગ લપસતા ઉંચાઇ પરથી પટકાતા મળ્યું મોત
ADVERTISEMENT
મહત્વનું છે કે તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે ડોસાવાડા ડેમમાં પાણીની ભારે આવક થતા ડોસાવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.. ડોસાવાડા ડેમમાંથી પાણી છોડવાને પગલે મીંઢોળા નદીંમાં ઘોડાપુર આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.