RTEમાં ગોટાળો /
કરોડપતિ વાલી બાળકને મફતમાં ભણાવવા ગરીબ બન્યા, ભાંડો ફૂટ્યો તો ખબર પડી 3 કરોડનો બંગલો, 4 લાખનું ભરે છે IT રિટર્ન
Team VTV01:13 PM, 09 May 22
| Updated: 02:49 PM, 09 May 22
સુરતમાં RTE એડમિશનમાં ગોટાળા સામે આવ્યો છે. કરોડોની સંપત્તિના માલિકે વાલીએ બાળકનું RTEમાં એડમિશન કરાવ્યું છે.
સુરતમાં RTE એડમિશનમાં સામે આવ્યો ગોટાળો
કરોડપતિના વાલીએ બાળકનું RTEમાં એડમિશન અપાવ્યું
ક્રોસ વેરિફિકેશન કરતાં ગોટાળો બહાર આવ્યો
સુરતમાં RTE એડમિશનમાં ગોટાળા સામે આવ્યો છે.
કરોડોની સંપત્તિના માલિક વાલીએ બાળકનું RTEમાં એડમિશન કરાવ્યું છે. કરોડપતિ વાલીએ RTE હેઠળ બાળકનું એડમિશન લીધું. શહેરની પ્રતિષ્ઠિત એલ.પી.સવાણી સ્કૂલમાં એડમિશન લીધું. 3 કરોડથી વધુની કિંમતના બંગ્લોઝમાં વાલી રહે છે. વાર્ષિક 4 લાખ કરતા વધુ આઇટી રિટર્ન ભરે છે. લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા લોકોએ પણ બાળકોના RTEમાં એડમિશન લીધા છે.
શાળાએ ક્રોસ વેરિફિકેશન કરતાં ગોટાળો બહાર આવ્યો
શાળાએ ક્રોસ વેરિફિકેશન કરતાં ગોટાળો બહાર આવ્યો
ઉલ્લેખનીય છે કે, સુરતની એલ.પી.સવાણી સ્કૂલે ક્રોસ વેરિફિકેશન કરતા વિગતો સામે આવી હતી. RTE હેઠળ એડમિશન અપાવવા માટે એજન્ટોની પણ ભૂમિકા હોય છે. RTE હેઠળ એડમિશન અપાવવા ખોટા દસ્તાવેજો પણ તૈયાર કરી અપાય છે. ખોટા એડમિશનો અંગે DEOને ફરિયાદ કરતાં કોઇ કાર્યવાહી ન થતાં લોકોની હિંમત વધે છે.
Vtvના સળગતા સવાલ
- RTEના કાયદાનો આટલી હદે દુરુપયોગ કેમ?
- RTE હેઠળ ધનિક વાલીઓ સંતાનને પ્રવેશ લેવડાવે તે કેટલું યોગ્ય?
- ગરીબ કે ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીનો હક છીનવતા શરમાતા નથી?
- જો ધનિક વાલીઓ જ RTEનો દુરુપયોગ કરશે તો કાયદાનો અર્થ શું?
- RTEમાં એડમિશન અપાવતા એજન્ટ ઉપર દાખલારૂપ કાર્યવાહી થશે?
- 3 કરોડના બંગલામાં રહો છો અને RTEમાં પ્રવેશ જોઈએ છે?
- લાલચુ વાલીઓને લીધે આશાસ્પદ બાળકોનું ભવિષ્ય ડામાડોળ નહીં થયું હોય?
- એક શાળાએ ક્રોસ વેરિફાય કર્યુ, તો આવી કેટલીય શાળાઓ હશે?